1 કરિંથીઓ 4:17 - પવિત્ર બાઈબલ17 તેથી જ હું તિમોથીને તમારી પાસે મોકલી રહ્યો છું. તે પ્રભુમાં મારો પુત્ર છે. હું તિમોથીને ચાહું છું, અને તે વિશ્વાસપાત્ર છે. તે તમને ખ્રિસ્ત ઈસુમાં હું જે રીતે જીવું છું તેની યાદ અપાવવામાં તમને મદદ કરશે. તે જીવનપધ્ધતિ હું સર્વત્ર દરેક મંડળીમાં શીખવું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 એ કારણથી મેં તમારી પાસે તિમોથીને મોકલ્યો છે. તે પ્રભુમાં મારું પ્રિય તથા વિશ્વાસુ બાળક છે. જેમ હું બધે દરેક મંડળીમાં શીખવું છું તેમ ખ્રિસ્તમાં મારું વર્તન કેવું છે તે તમને તે યાદ દેવડાવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 આ જ કારણથી હું તમારી પાસે તિમોથીને મોકલું છુ. પ્રભુમાં તે મારો પ્રિય અને વિશ્વાસુ પુત્ર છે. ખ્રિસ્ત ઈસુમાંના નવા જીવનમાં હું જે સિદ્ધાંતો અનુસરું છું અને બધી જગ્યાએ સર્વ મંડળીઓમાં જેનું શિક્ષણ આપું છું તેની તે તમને યાદ અપાવશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો છે, તે ખ્રિસ્તમાં મારો પ્રિય તથા વિશ્વાસુ પુત્ર છે. જેમ હું દરેક જગ્યાએ સર્વ વિશ્વાસી સમુદાયોમાં શીખવું છું તેમ તે ખ્રિસ્તમાં મારા માર્ગો વિષે તમને સ્મરણ કરાવશે. Viz kapitola |