૧ કાળવૃત્તાંત 28:8 - પવિત્ર બાઈબલ8 ત્યારબાદ દાઉદે સુલેમાન તરફ ફરીને કહ્યું, “આથી હવે આખા ઇસ્રાએલની, એટલે કે યહોવાના સમાજની સમક્ષ અને યહોવાની સમક્ષ હું તમને સૌને તમારા દેવ યહોવાની આજ્ઞાઓનો અભ્યાસ કરવાનું અને અનુસરવાનું જણાવું છું. જેથી તમે આ સમૃદ્ધ ભૂમિના માલિક રહો અને તમારા પછી તમારા વંશજોને એ કાયમ માટે વારસામાં આપી જઇ શકો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 માટે હવે યહોવાની પ્રજાના, એટલે સર્વ ઇઝરાયલના જોતાં તથા આપણા ઈશ્વરનાં સાંભળતાં [કહું છું કે,] તમે પોતાના ઈશ્વર યહોવાની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો, કે તમે આ સારા દેશનું વતન ભોગવો, ને તમારા પછી તમારાં છોકરાંઓને માટે સદાને માટે તેનો વારસો મૂકી જાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 “તેથી હે મારા પ્રજાજનો, આપણા ઈશ્વરનાં સાંભળતાં પ્રભુના લોક એટલે ઇઝરાયલના સમસ્ત જનસમુદાયની સમક્ષ ફરમાવું છું કે આપણા ઈશ્વર પ્રભુની સર્વ આજ્ઞાઓ ખંતથી પાળો; જેથી આ ફળદ્રુપ દેશનો કબજો તમારા હસ્તક રહે અને આવનાર પેઢીઓ માટે તે વારસામાં મૂક્તા જાઓ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 માટે હવે ઈશ્વરની પ્રજા એટલે સર્વ ઇઝરાયલના જોતાં તથા આપણા ઈશ્વરના સાંભળતાં કહું છું કે, તમે પોતાના ઈશ્વર પ્રભુની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો, કે તમે આ સારા દેશનું વતન ભોગવો અને તમારાં બાળકોને માટે સદાને માટે તેનો વારસો મૂકી જાઓ. Viz kapitola |