૧ કાળવૃત્તાંત 27:1 - પવિત્ર બાઈબલ1 રાજ્યની સેવામાં રોકાયેલા સર્વ ઇસ્રાએલીઓ એટલે કે કુટુંબના વડાઓ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકો અને અધિકારીઓની સંખ્યા દરેક જૂથમાં 24,000ની હતી. વરસ દરમ્યાન દર મહિને જુદા જુદા જૂથો ફરજ બજાવતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ઇઝરાયલની સંખ્યા, એટલે તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા અધિકારીઓ, જેઓની ટોળીઓમાંથી અકેક ટોળી વારાફરતી વર્ષમાં મહિને મહિને આવતી, તથા જેઓ હરકોઈ બાબતમાં રાજાની સેવા કરતા હતા, તેઓની સંખ્યા દરેક ટોળીમાં ચોવીસ હજારની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 ઇઝરાયલીઓનાં કુટુંબોના વડા, ગોત્રના આગેવાનો અને સહાધિપતિઓ અને શતાધિપતિઓ તથા અન્ય અધિકારીઓની આ યાદી છે; તેઓ રાજયવહીવટની કામગીરી સંભાળતા. વર્ષના પ્રત્યેક મહિને તે માસના મુખ્ય અધિકારી હેઠળની ટુકડી વારા પ્રમાણે ફરજ પર રહેતી. પ્રત્યેક ટુકડી ચોવીસ હજારની હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ઇઝરાયલપુત્રોની સંખ્યા, એટલે તેઓનાં કુટુંબોના સરદારો, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા સૈન્યના અધિકારીઓ, જેઓની ટુકડીઓમાંથી એકેક ટુકડીના સૈનિકો પોતાના નિયતક્રમ પ્રમાણે વર્ષમાં માસવાર ફરજ બજાવતા હતા. તથા જેઓ દરેક બાબતમાં રાજાની સેવા કરતા હતા. દરેક ટુકડીઓમાં તેઓની સંખ્યા ચોવીસ હજારની હતી. Viz kapitola |