૧ કાળવૃત્તાંત 22:5 - પવિત્ર બાઈબલ5 દાઉદે જણાવ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન અને બિનઅનુભવી છે. યહોવા માટે જે મંદિર બાંધવાનું છે તે ખૂબ ભવ્ય અને દેશવિદેશમાં વિખ્યાત થવું જોઇએ. એટલે તેના માટે બધો જ સામાન મારે જ ભેગો કરવો જોઇએ.” આથી તેણે પોતાના મૃત્યુ પહેલા બાંધકામની સર્વ સામગ્રી એકઠી કરી તૈયાર કરી નાખી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 દાઉદે કહ્યું, “મારો પુત્ર સુલેમાન જુવાન ને બિનનુભવી છે, ને યહોવાને માટે જે મંદિર બાંધવાનું છે તે અતિ ભવ્ય, સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત તથા શોભાયમાંન થવું જોઈએ; તેથી હું તેને માટે આગળથી તૈયારી કરીશ.” આ પ્રમાણે દાઉદે પોતાના મરણ અગાઉ પુષ્કળ તૈયારી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 દાવિદે કહ્યું, “મારો પુત્ર શલોમોન જે મંદિર બાંધશે તે ભવ્ય, સુંદર અને વિશ્વવિખ્યાત થવું જોઈએ. પણ તે જુવાન અને બિનઅનુભવી છે; તેથી મારે અગાઉથી તેની પૂરી તૈયારી કરવી જોઈએ.” એમ દાવિદે પોતાના મરણ અગાઉ પુષ્કળ સાધનસામગ્રી એકત્ર કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 દાઉદે કહ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન તથા બિનઅનુભવી છે અને યહોવાહ માટે જે ભક્તિસ્થાન બાંધવાનું છે તે ખૂબ ભવ્ય હોવું જોઈએ, જેથી બીજા સર્વ પ્રદેશોમાં તે વિખ્યાત અને શોભાયમાન થાય. તેથી હું તેની તૈયારી કરીશ.” તેથી દાઉદે, પોતાના મૃત્યુ અગાઉ પુષ્કળ તૈયારી કરી. Viz kapitola |