૧ કાળવૃત્તાંત 11:18 - પવિત્ર બાઈબલ18 એટલે આ વીરત્રિપુટી પલિસ્તીઓની છાવણીમાં થઇને બેથલેહેમ પહોંચી, તેઓએ કૂવામાથી પાણી કાઢયું અને દાઉદ પાસે લઇ આવ્યા. દાઉદે તે પીવા ના પાડી. પણ યહોવા સમક્ષ તે પાણી અર્પણ તરીકે રેડી દીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તે [સાંભળીને] પેલા ત્રણ પલિસ્તીઓની છાવણીમાં ઘસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂંવામાંથી પાણી કાઢ્યું. ને દાઉદની પાસે તે લઈ આવ્યા; પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી, પણ યહોવાની આગળ તે રેડી દીધું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પેલા ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણી પાર કરી કૂવામાંથી પાણી કાઢી લાવી દાવિદને આપ્યું. પણ તેણે તે પીધું નહિ, પણ પ્રભુને પેયાર્પણ તરીકે ચઢાવતાં રેડી દીધું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેથી આ ત્રણ શૂરવીર પુરુષોએ પલિસ્તીઓની છાવણીમાં ધસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂવામાંથી પાણી કાઢ્યું. તેઓ તે પાણી લઈને દાઉદની પાસે આવ્યા, પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી. પણ તેણે તે ઈશ્વરની આગળ રેડી દીધું. Viz kapitola |