40 એક કોઢ ની બેંમારી વાળો માણસ ઇસુ કનેં આયો, અનેં હેંનેં હામેં ઢેંસુંણ માંડેંનેં અરજ કરી, કે મનેં હાજો કર દે, કેંમકે હૂં જાણું હે કે તું સાહે તે મનેં તાજો કરેં સકે હે.