16 એક દાડો ઝર ઇસુ ગલીલ દરજ્યા ની ધેડેં-ધેડેં જાએં રિયો હેંતો, તર હેંને શમોન અનેં હેંના નાના ભાઈ અન્દ્રિયાસ નેં દરજ્યા મ જાળ નાખતં ભાળ્યા; કેંમકે વેયા માસલજ્યી હાવા વાળા હેંતા.