10 પુંણ હાવુ આપડો તારનારો પ્રભુ ઇસુ મસીહ આવેંજ્યો હે, અનેં આપડી ઇપેર હેંને પુંતાનું અનુગ્રહ કર્યુ હે. હેંને મોત ની શક્તિ નેં હરાવ દીદી, અનેં તાજા હમિસાર દુવારા અમર જીવન આલ્યુ હે.