2 કુરિંથીઓ પત્રો 8:19 - દુબલી નવો કરાર19 આને ખાલી ઓતોજ નાહ, પેન દાનુ કામુ માટે મંડળી લોકુહુ પસંદ કીને આમા આરી મોક્લ્યોહો. આમુહુ એ સેવા ઈયા ખાતુરે કેતાહા કા તીયાકી પ્રભુ મહિમા વેઅ, આને ઇ માલુમ પોળે કા વિશ્વાસી લોકુ મદદ કેરા આમાપે કોતો જુસ્સો હાય. Viz kapitola |