Online Bible

- Reklamy -

૨ કાળવૃત્તાંત 27 - પવિત્ર બાઇબલ C.L.


યહૂદિયાનો રાજા યોથામ
( ૨ રાજા. 15:32-38 )

1 યોથામ પચીસ વર્ષની વયે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેની માતા યરૂશા સાદોકની પુત્રી હતી.

2 તેના પિતાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. તેણે તેના પિતાની જેમ પ્રભુના મંદિરમાં ધૂપ બાળીને પાપ કર્યું નહિ, પણ લોકો તો હજી મૂર્તિપૂજાના દુરાચરણીઓ હતા.

3 પ્રભુના મંદિરનો ઉત્તર તરફનો દરવાજો યોથામે બંધાવ્યો હતો. તેણે યરુશાલેમના ઓફેલ નામના વિસ્તારમાં નગરના કોટ પર વિસ્તૃત બાંધકામ કર્યું.

4 વળી, તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાંનાં નગરો બાંધ્યાં અને વનમાં કિલ્લા અને બુરજ બંધાવ્યા.

5 તેણે આમ્મોનીઓ સામે યુદ્ધ કરી તેમને હરાવ્યા. પછી તેણે ત્રણ વર્ષ સુધી આમ્મોનીઓ પાસેથી પ્રતિવર્ષે ત્રણ હજાર ચારસો કિલો ચાંદી, એક હજાર ટન ઘઉં અને એક હજાર ટન જવની ખંડણી લીધી.

6 યોથામ પ્રભુ તેના ઈશ્વરને સાચી નિષ્ઠાથી અનુસર્યો તેથી તે શક્તિશાળી થતો ગયો.

7 યોથામના અમલના બીજા બનાવો, તેનાં યુદ્ધો, અને તેની રાજનીતિની વિગતો ઇઝરાયલ અને યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલી છે.

8 યોથામ પચ્ચીસ વર્ષનો થયો ત્યારે તે રાજા બન્યો. અને તેણે યરુશાલેમમાં રહી સોળ વર્ષ રાજ કર્યું.

9 યોથામ મૃત્યુ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ રાજા બન્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Následuj nás:



Reklamy