હિબ્રૂઓનેં પત્ર 1 - ગરાસિયા નવો કરારપરમેશ્વર નું વસન બેંટા દુવારા 1 પેલ જુંગ મ પરમેશ્વરેં આપડં બાપ-દાદં હાતેં ભવિષ્યવક્તં દુવારા ઘણી વખત અલગ-અલગ રિતી થી વાતેં કરજ્યી. 2 પુંણ એંનં સેંલ્લં દાડં મ પરમેશ્વરેં આપડી હાતેં હેંના બેંટા દુવારા વાતેં કરજ્યી, અનેં હેંને હેંના બેંટા દુવારાસ આખી દુન્ય બણાવી, અનેં હેંનેં આખી દુન્ય નો વારસદાર હુંદો ઠરાયો. 3 બેંટો, પરમેશ્વર ની મહિમા નું ઇજવાળું હે, અનેં હેંનેં મ પરમેશ્વર જીવોસ સોભાવ હે, વેયો આખી દુન્ય નેં પુંતાના સામ્રતી વસન થકી ટકાવેં રાખે હે. વેયો આપડા પાપ માફ કરેંનેં, હરગ મ જાએંનેં મહિમામય પરમેશ્વર ની જમણી પાક્તી બેંહેંજ્યો. 4 એંનો મતલબ એંમ હે કે બેંટો, હરગદૂતં કરતં હુંદો સામ્રત મ ઘણો મહાન હે, કેંમકે પરમેશ્વરેં બેંટા નેં એક એંવું નામ આલ્યુ ઝી હરગદૂતં કરતં ઘણું મુંટું હે. પરમેશ્વર ના બેંટા ની મહાનતા 5 કેંમકે પરમેશ્વરેં કેંરં યે કઇના બી હરગદૂત નેં એંમ નહેં કેંદું કે, “તું મારો બેંટો હે, આજે હૂં તનેં મારા બેંટા જુંગ પરગટ કરું હે,” અનેં ફેંર હેંને કઇના બી હરગદૂતં નેં એંમ નહેં કેંદું કે, “હૂં હેંનો બા બણેં, અનેં વેયો મારો બેંટો થાહે.” 6 પુંણ પરમેશ્વર પુંતાના પેલ ખુંળા સુંરા નેં ઇની દુન્ય મ મુંકલવા થી પેલ એંમ કે હે કે, “પરમેશ્વર ના બદ્દા હરગદૂત હીની આરાધના કરે.” 7 અનેં વેયો હરગદૂતં ના બારા મ એંમ કે હે, “વેયો પુંતાનં હરગદૂતં નેં વાએંરા નેં જેંમ અનેં સેંવકં નેં ધધગતી આગ નેં જેંમ બણાવે હે.” 8 પુંણ વેયો પુંતાના બેંટા ના બારા મ કે હે, “હે પરમેશ્વર, તારું રાજ હમેશા ટકેં રેંહે, તું પુંતાના રાજ ઇપેર ધાર્મિકતા થી રાજ કરે હે. 9 તું ધાર્મિકતા નેં પ્રેમ કરે હે, પુંણ અધર્મ નેં નફરત કરે હે.” એંતરે હારુ હૂં પરમેશ્વર, તારા પરમેશ્વરેં તાર હાત વાળં મહો તનેં પસંદ કર લેંદો હે, અનેં તાર હાત વાળં કરતં તનેં ઘણું માન અનેં ખુશી મળી હે. 10 અનેં પવિત્ર શાસ્ત્ર હુંદું કે હે કે, “શરુઆત મ તેં ધરતી અનેં આકાશ બણાયુ. 11 વેયુ બદ્દું તે નાશ થાએં જાહે, અનેં સિસરં નેં જેંમ જુંનું થાએં જાહે, પુંણ તું હમેશા જીવતો રેંહે. 12 અનેં તું હેંનનેં એક સાદરા નેં જેંમ વાળ લેંહેં, અનેં ઝેંમ મનખં મોળા વાળં સિસરં કાડેંનેં બીજં તાજં સિસરં પેરે હે, હીવી રિતી તું હેંનનેં બદલેં દેંહેં, પુંણ તું કેંરં યે નેં બદલાહેં, અનેં તું હમેશા જીવતો રેંહેં.” 13 અનેં પરમેશ્વરેં પુંતાનં હરગદૂતં મના કેંનેં યે કેંરં એંમ નહેં કેંદું કે, “ઝર તક હૂં તારં વેરજ્ય નેં હરાવેંનેં તારં હાથં મ નેં હુંપેં દું, તર તક તું મારી જમણી પાક્તી બેંહ.” 14 હરગદૂત તે ખાલી પરમેશ્વર ની સેવા કરવા વાળા દૂત હે, અનેં પરમેશ્વરેં હેંનનેં તારણ મેંળવવા વાળં મનખં ની સેવા કરવા હારુ મુંકલ્યા હે. |
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation