2 થેસ્સલોનિકીઓનેં 1 - ગરાસિયા નવો કરારઆભાર 1 આપડા બા પરમેશ્વર અનેં પ્રભુ ઇસુ મસીહ મ થિસ્લુનીકે સેર ન વિશ્વાસી મનખં હારુ પાવલુસ, સિલવાનુસ અનેં તીમુથિયુસ ની તરફ થી આ કાગળ લખવા મ આયુ હે. 2 આપડો બા પરમેશ્વર અનેં પ્રભુ ઇસુ મસીહ તમનેં તરફ થી તમનેં અનુગ્રહ અનેં શાંતિ આલે. નિયા નો દાડો 3 હે વાલોં, તમારા બારા મ હમારે પરમેશ્વર નું ધનેવાદ હમેશા કરવું જુગે, એંવું કરવું હમારી હારુ સહી હે, એંતરે હારુ કે ઇસુ મસીહ ઇપેર તમારો વિશ્વાસ ઘણો વદતો જાએ હે, અનેં એક-બીજા નેં હાતેં તમારો પ્રેમ ઘણો વદાર વદતો જાએ હે. 4 એંતરે હારુ હમું પરમેશ્વર ની મંડલી મ તમારા બારા મ વખાણ કરજ્યે હે, કે ઝેંતરું દુઃખ અનેં સતાવ તમું વેંઠો હે, હેંનં બદ્દ મ તમારી ધારેંણ અનેં ઇસુ મસીહ ઇપેર નો તમારો વિશ્વાસ ભળાએ હે. 5 તમું પરમેશ્વર ના રાજ નેં લાએંક બણો એંતરે હારુ તમું દુઃખ હુંદું વેંઠો હે, ઇયુ પરમેશ્વર ના હાસા નિયા નું સાફ સબૂત હે. 6 કેંમકે હાસો નિયા કરવા વાળો પરમેશ્વર, ઝી મનખં તમનેં દુઃખ આલે હે, હેંનનેં વેયો બદલો આલહે. 7 અનેં ઝર પ્રભુ ઇસુ મસીહ પુંતાનં સામ્રતી હરગદૂતં નેં હાતેં ધધકતી આગ મ હરગ મહો આવહે, તર તમનેં ઝી દુઃખ વેંઠો હે હમારી હાતેં શાંતિ આલહે. 8 અનેં ઝી મનખં પરમેશ્વર નેં નહેં જાણતં, અનેં પ્રભુ ઇસુ મસીહ ના તાજા હમિસાર નેં નહેં માનતં, હેંનનો વેયો બદલો લેંહે. 9 વેય મનખં પ્રભુ થી અનેં હીની સામ્રત ની મહિમા થી અલગ થાએં જાહે. અનેં પરમેશ્વર હેંનનેં એંવો દંડ આલહે, કે વેય હમેશા હારુ નાશ થાએં જાહે. 10 ઇયે બદ્દી વાતેં તર થાહે, ઝર પ્રભુ ઇસુ મસીહ પુંતાનં પવિત્ર મનખં મ માન અનેં મહિમા મેંળવવા હારુ પાસો આવહે. હેંને ટાએંમેં તમું હુંદં હેંનેં મ ભેંગં રેંહો, કેંમકે ઝી હમવેં કેંદું હેંતું હેંનેં ઇપેર તમવેં વિશ્વાસ કર્યો હે. 11 એંતરે હારુ હમું લગધર્યા તમારી હારુ પ્રાર્થના હુંદા કરજ્યે હે, એંતરે કે પરમેશ્વર તમનેં હેંના જીવન નેં લાએંક બણાવ દે, ઝેંનેં જીવવા હારુ હેંને તમનેં બુંલાય હે. અનેં બદ્દ ભલાઈ ન કામં કરવા ની આહ અનેં વિશ્વાસ થી કરેંલં બદ્દ કામં નેં વેયો પુંતાની સામ્રત થી પૂરં કરે. 12 હમું એંમ પ્રાર્થના કરજ્યે હે, કે આપડા પરમેશ્વર અનેં પ્રભુ ઇસુ મસીહ ના અનુગ્રહ ને પરમણે, આપડા પ્રભુ ઇસુ મસીહ નું નામ તમારી મ મહિમા મેંળવે, અનેં તમું હેંના મ મહિમા મેંળવો. |
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation