Online Bible

- Reklamy -

2 પિતરનો પત્ર 1 - ગરાસિયા નવો કરાર


અવકાર

1 હૂં શમોન પતરસ, ઇસુ મસીહ નો સેંવક અનેં પસંદ કરેંલો હે, તમં બદ્દ હારુ આ કાગળ લખેં રિયો હે, ઝેંનવેં હમારી જેંમ કિમતી વિશ્વાસ મેંળવ્યો હે, વેયો વિશ્વાસ ઝી આપડા પરમેશ્વર અનેં તારનારા ઇસુ મસીહ દુવારા હમનેં આલવા મ આયો હે, ઝી હમનેં પરમેશ્વર નેં હાતેં ધર્મી ઠરાવે હે.

2 હૂં પ્રાર્થના કરું હે કે પરમેશ્વર તમનેં હઝુ વદાર મ વદાર અનુગ્રહ અનેં શાંતિ આલે ઝેંમ-ઝેંમ તમું પરમેશ્વર અનેં આપડા પ્રભુ ઇસુ મસીહ ના જ્ઞાન મ વદો હે.


વિશ્વાસ મ બડોતરી

3 આપડા પરમેશ્વર નેં જાણવા ને લેંદે હેંને આપનેં વેયે સામ્રત આલી હે ઝી હેંનેં કન હે, એંતરે હારુ આપડી કન વેયુ બદ્દું હે, ઝીની આપનેં એક આત્મિક જીવન જીવવા હારુ જરુરત હે. હેંને પુંતાની પાક્કી અનેં મહિમામય સોભાવ ને લેંદે આપનેં પુંતાનં મનખં થાવા હારુ પસંદ કર્ય હે.

4 હીનીસ સામ્રત દુવારા પરમેશ્વરેં આપનેં ઘણો મહાન અનેં કિમતી વાએંદો કર્યો હેંતો. એંના થી આપું મનખં નેં નાશ કરવા વાળી ઇની દુન્ય ની ભુંડી લાલસ થી બસેં સકજ્યે હે, અનેં પરમેશ્વર ના સોભાવ મ ભાગિદાર થાએં સકજ્યે હે.

5 કેંમકે તમારે પરમેશ્વર ના સોભાવ મ ભાગિદાર થાવાનું હે, એંતરે હારુ ખાલી ઇસુ મસીહ ઇપેર વિશ્વાસેંસ નેં કરવો જુગે, પુંણ હમેશા વેયુસ કરવા ની કોશિશ કરવી જુગે ઝી બીજં હારુ તાજું હે, અનેં તમારે નેં ખાલી વેયુસ કરવું જુગે ઝી તાજું હે, પુંણ તમારે એંવં મનખં હુંદં બણવું જુગે ઝી હમજદારી થી વેવહાર કરવો જાણે હે,

6 અનેં તમારે નેં ખાલી એંમ જાણવું જુગે કે હમજદારી થી કેંકેંમ વેવહાર કરવો હે, પુંણ તમારે પુંતે કાબુ મ થાવું જુગે, અનેં તમારે પુંતાનેં કાબુ મ રાખવુંસ નહેં પુંણ મુસિબત મ ધીરજ રાખવી જુગે, અનેં મુસિબત મ ધીરજેંસ નહેં પુંણ પરમેશ્વર નેં ગમે એંવું જીવન જીવવુ જુગે.

7 પરમેશ્વર નેં પસંદ પડે એંવું જીવનેંસ નહેં પુંણ ઝીવી રિતી થી તમું પુંતાનં ભાઈ-બુંનં હાતેં પ્રેમ રાખો હે, વેવોસ પ્રેમ બીજં બદ્દ મનખં હાતેં હુંદો રાખવો જુગે.

8 અગર ઇયા બદ્દા ગુંણ તમારી મ હે, અનેં વદેંરિયા હે, તે તમું આપડા પ્રભુ ઇસુ મસીહ નેં ઇવી રિતી થી જાણેં સકહો કે તમનેં ઉપયોગી અનેં ફળ આલવા વાળં બણાવહે.

9 પુંણ અગર કુઈક મનખ ઇવી રિતી જીવન નહેં જીવતું, તે વેયુ એક એંવા મનખ જુંગ હે, ઝી અસલ રિતી થી નહેં ભાળેં સક્તું કે પસે આંદળું હે. વેયુ ભુલેંજ્યુ હે કે પરમેશ્વરેં હેંના વેયા બદ્દા પાપ માફ કર દેંદા હે, ઝી હેંને ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કરવા થી પેલ કર્યા હેંતા.

10 એંને લેંદે હે વાલોં, પુંતે-પુંતાનેં અનેં બીજં મનખં નેં એંમ વતાડવા હારુ વદારે તાજો વેવહાર કરવા ની કોશિશ કરો, કે પરમેશ્વરેં તમનેં વાસ્તવ મ પસંદ કર્ય હે અનેં તમનેં પુંતાનં મનખં થાવા હારુ બુંલાય હે. અગર તમું એંમ કરહો તે તમું પાક્કી રિતી પરમેશ્વર થી અલગ નેં થો.

11 અનેં પરમેશ્વર તમારો હેંના રાજ મ અવકાર કરહે, ઝાં ઇસુ મસીહ હે, ઝી આપડો પ્રભુ અનેં તારનારો હે, ઝી હમેશા રાજ કરહે.


પતરસ નો સેંલ્લો ટાએંમ

12 ઝર કે તમું પેલ થકીસ ઇની વાતં નેં જાણો હે અનેં ઇસુ મસીહ ના બારા મ હાસા શિક્ષણ નેં હાએં પાડેંલં વેહ, ઝી તમવેં હામળ્યુ હે, હેંના બારા મ હૂં તમનેં ઘડી-ઘડી ઇયાદ કરાવતો રેં.

13 અનેં ઝર તક હૂં જીવતો હે, તર તક તમનેં ઇયાદ કરાવેંનેં તમનેં સેતવેંન રાખવં પુંતાની જવાબદારી હમજું હે.

14 કેંમકે હૂં જાણું હે કે હૂં જલ્દી મરેં જએં ઝેંમ આપડા પ્રભુ ઇસુ મસીહવેં મનેં સાફ રિતી થી વતાડ્યુ હે.

15 એંતરે હારુ હૂં ઇની વાતં નેં હમણં થીસ લખવા નું કામ કરેં રિયો હે, એંતરે કે મનેં મરવા બાદ તમું હમેશા એંનેં ઇયાદ કરેં સકો.


ઇસુ મસીહ ની મહિમા નું દર્શન

16 ઝર હમવેં તમનેં પ્રભુ ઇસુ મસીહ ની સામ્રત અનેં હેંનેં પાસો આવવા ના બારા મ વતાડ્યુ, હમું સાલાકી થી કઇક બણાવેંલી વારતા નેં વતાડેં નેં રિયા હેંતા, પુંણ હમવેં પુંતે ઇસુ મસીહ નું તેજ હમારી આંખં થકી ભાળ્યુ હેંતું.

17 કેંમકે ઝર હેંને બા પરમેશ્વર તરફ થી માન અનેં મહિમા મેંળવી અનેં હીની તેજ વાળી મહિમા મહી પરમેશ્વર નેં એંમ કેંતં હામળ્યુ, “આ મારો વાલો બેંટો હે, ઝેંનેં થી હૂં ઘણો ખુશ હે.”

18 ઇયે વાણી હમવેં હરગ મહી આવતં હામળી, તર હમું ઇસુ મસીહ નેં હાતેં પવિત્ર ડુંગોર ઇપેર હેંતા.

19 હમું હુંદા જાણન્યે હે કે મસીહ ના બારા મ ભવિષ્યવક્તંવેં ઝી વસન લખ્ય હેંતં, વેય બિલકુલ હાસં હે. અગર તમું એંના પરસાર ઇપેર ધિયાન આલહો, તે તમું એક તાજું કામ કરહો, કેંમકે ઇયુ એક દીવા નેં જુંગ હે ઝી ઇન્દારા મ ભભળે હે, ઝર તક દાડો નહેં ઉગતો. અનેં ઝીવી રિતી હવેંર-હવેંર મ તારો ઇજવાળું કરે હે, હીવી રિતી ઇસુ મસીહ નું ઇજવાળું તમારા હૃદય મ ભભળે હે.

20 પુંણ તમારે ઇની વાત નેં હમજવું જરુરી હે, કે પવિત્ર શાસ્ત્ર મ ભવિષ્યવક્તં દુવારા લખેંલું ઝી વસન તમું ભણો હે, વેયુ હેંનના મન ના વિસાર નહેં.

21 કેંમકે કુઇ બી ભવિષ્યવાણી કેંરં યે મનખ દુવારા પેદા નહેં થાઈ, પુંણ પવિત્ર આત્માવેં મનખં ન મનં નેં કાબુ મ કર્ય, તર વેય પરમેશ્વર તરફ થી બુલ્ય.

Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy