Online Bible

- Reklamy -

2 યોહાન 1 - ગરાસિયા નવો કરાર


અવકાર

1 હૂં યૂહન્ના મંડલી નો વડીલ ઇયુ કાગળ પીલી બુંન અનેં હેંનં સુંરં હારુ લખેં રિયો હે, ઝેંનનેં પરમેશ્વરેં પસંદ કર્ય હે, ઝેંનનેં હાતેં હૂં હાસો પ્રેમ રાખું હે. અનેં ખાલી હૂંસ નેં પુંણ વેય બદ્દ મનખં હુંદં પ્રેમ રાખે હે ઝી હાસ નેં જાણે હે.

2 હમું તમનેં હીની હાસ ને લેંદે પ્રેમ કરજ્યે હે, ઝી હમારી મએં રે હે, અનેં કાએંમ હમારી હાતેં રેંહે.

3 પરમેશ્વર બા, અનેં હેંના સુંરા ઇસુ મસીહ ની તરફ થી અનુગ્રહ, દયા, શાંતિ આપડી હાતેં બણેં રેંહે, ઝી હાસ અનેં પ્રેમ હાતેં રે હે.


હાસ અનેં પ્રેમ

4 હૂં ઘણોસ ખુશ થાયો ઝર મેંહ હામળ્યુ કે તારં અમુક સુંરં વેયે હાસ પાળેંનેં જીવે હે, ઝેંનેં પાળવા ની હમારે પરમેશ્વર બએં હમનેં આજ્ઞા આલી હીતી.

5 હાવુ હે બુંન હૂં તનેં અરજ કરું હે કે આપડે એક-બીજા હાતેં પ્રેમ રાખવો જુગે, ઇયે જૂનીસ આજ્ઞા હે. હમું હેંના ટાએંમ થી જાણન્યે હે ઝર થી હમવેં મસીહ હાતેં સાલવાનું સલું કર્યુ.

6 વાસ્તવિક પ્રેમ વેયો હે ઝર આપું પરમેશ્વર ની આજ્ઞાવં નેં પાળતં જાએંનેં કામ કરજ્યે હે. આ વેયેસ આજ્ઞા હે ઝી તમેં સરુવાત થી હામળી હે, અનેં તમારે હેંનેં ઇપેર સાલવું હુંદું જુગે.

7 હૂં એંમ એંતરે હારુ કેં રિયો હે, કેંમકે ઘણં બદં એંવં ભરમાવા વાળં દુન્ય મ નકળેં આય હે, ઝી ઇયુ નહેં માનતં કે ઇસુ મસીહ માણસ બણેંનેં આયો હે. એંવું કેંવા વાળસ મનખં ભરમાવા વાળં અનેં મસીહ નો વિરોધ કરવા વાળં હે.

8 એંતરે હારુ તમારે સેતેંન રેંવું જુગે, કે વેય મનખં તમનેં ભરમાવ નેં દે એંતરે કે પરમેશ્વર ની સેવા હારુ તમારી દુવારા કરવા મ આવેંલી કોશિશ નકમ્મી નેં જાએ. પુંણ પરમેશ્વર તમનેં તમારી સેવા ને બદલે પૂરે-પૂરુ ઈનામ આલહે.

9 અગર કુઇ મનખ ઇસુ મસીહ ના શિક્ષણ નેં સુંડેંનેં જાતું રે હે, વેયુ પરમેશ્વર ની સંગતિ મ નહેં. ઝી કુઇ હેંના શિક્ષણ પરમણે સાલે હે, વેયુ પરમેશ્વર બા અનેં હેંના સુંરા મસીહ બેય ની સંગતિ મ રે હે.

10 અગર કુઇ તમારી કન આવે અનેં મસીહ નું હિકાડેંલું શિક્ષણ નેં આલે, તે હેંનેં નહેં તે ઘેર મ આવવા દો અનેં નહેં હેંનેં નમસ્કાર કરો.

11 અગર કુઇ એંવા મનખ નેં નમસ્કાર કરે હે, વેયુ મનખ હુંદું હેંનં ભુંડં કામં મ ભાગિદાર થાએં જાએ હે.


સેંલ્લો અવકાર

12 મારે હઝુ હુદી ઘણી બદી વાતેં તમનેં લખવી હે, પુંણ હૂં હેંનનેં કાગળ અનેં સહી થી લખવા નહેં સાહતો, પુંણ મનેં આહ હે કે હૂં તમારી કન આવેં અનેં હામ-હામેં વાત-સિત કરેં, તર આપું ઘણં ખુશ થહું.

13 તારી પસંદ કરીલી બુંન ન સુંરં તનેં નમસ્કાર કે હે.

Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy