2 કરિંથીઓને 1 - ગરાસિયા નવો કરારઅવકાર 1 પરમેશ્વર ની અસ્યા પરમણે ઇસુ મસીહ નો પ્રેરિત થાવા હારુ પસંદ કરેંલો હૂં પાવલુસ અનેં આપડો વિશ્વાસી ભાઈ તીમુથિયુસ, ઇયુ કાગળ કુરિન્થિસ સેર ની મંડલી ન બદ્દ વિશ્વાસી મનખં હારુ અનેં પૂરા અખયા પરદેશ ન પરમેશ્વર મનખં હારુ લખેં રિયા હે. 2 આપડા બા પરમેશ્વર અનેં પ્રભુ ઇસુ મસીહ ની તરફ થી તમનેં અનુગ્રહ અનેં શાંતિ મળતી રે. પરમેશ્વર નું ધન્યવાદ કરવું 3 આપડા પ્રભુ ઇસુ મસીહ ના બા અનેં પરમેશ્વર ની સ્તુતિ થાએ, ઝી દયાળુ બા અનેં દરેક પરકાર નો દિલાસો આલવા વાળો પરમેશ્વર હે. 4 આપડી બદ્દી પરકાર ની પરેશાની મ પરમેશ્વર આપનેં દિલાસો આલે હે, એંતરે કે આપું બીજંનેં દિલાસો આલેં સકજ્યે. ઝીવી રિતી પરમેશ્વર આપનેં દિલાસો આલે હે, હિવીસ રિતી આપું ઝી દુઃખ મ હેંનનેં દિલાસો આલેં સકજ્યે હે. 5 કેંમકે ઝીવી રિતી આપું મસીહ ન દુઃખં મ ભાગિદાર હે, વેમેંસ આપનેં મસીહ દુવારા ઘણો દિલાસો મળે હે. 6 અગર હમું દુઃખ સહન કરજ્યે હે, તે વેયુ તમારા દિલાસા અનેં તારણ હારુ હે, અનેં અગર હમનેં દિલાસો મળે હે, તે એંતરે હારુ કે હમું તમનેં દિલાસો આલજ્યે, કે તમું હુંદં હેંનાસ દુઃખ નેં ધીરજ રાખેંનેં સહન કરેં સકો ઝી હમું સહન કરેં રિયા હે. 7 તમારા બારા મ હમું મજબૂત આહ કરજ્યે હે. કેંમકે હમું જાણન્યે હે ઝીવી રિતી તમું હમારા દુઃખ મ ભાગિદાર હે, હિવીસ રિતી હમનેં ઝી દિલાસો મળે હે, હેંનેં મ હુંદં તમું ભાગિદાર થહો. 8 હે મારં વાલોં, હમું એંમ સાહજ્યે હે કે એશિયા ઇલાકા મ ઝી તખલીબ હમનેં વેંઠવી પડી હેંના બારા મ તમું જાણો, કેંમકે હમનેં એંતરો ભારી ભોજ લાગ્યો કે હમું હેંનેં વેંઠેં નેં સક્તા, આં તક કે હમવેં તે જીવવા ની આહેંસ સુંડ દીદી હીતી. 9 હમવેં તે એંમ વિસાર લેંદું હેંતું, કે બસ હાવુ હમું મરવાનાસ હે, ઇયુ એંતરે હારુ થાયુ કે હમું પુંતાનેં ઇપેર ભરુંહો નેં રાખજ્યે, પુંણ ઝી મરેંલં મહં પાસં જીવતં કરે હે, હેંના પરમેશ્વર ઇપેર વિશ્વાસ કરજ્યે. 10 હેંનેસ હમનેં મોત ના મુંટા જુંખમ થી બસાયા અનેં બસાવહે, અનેં હમનેં હેંના ઇપેર પૂરો વિશ્વાસ હે કે વેયો અગ્યેડેં હુંદો બસાવહે. 11 ઝીવી રિતી તમું પ્રાર્થના દુવારા હમારી મદદ કરો હે, કે ઝી આશિષ ઘણં દુવારા હમનેં મળી હે, હેંને લેંદે ઘણં બદં મનખં હમારી તરફ થી પરમેશ્વર નું ધનેવાદ કરે. પાવલુસ દુવારા સેવા ના પરવાસ ની યોજના મ બદલાવ 12 કેંમકે હમું હમારી હમજ ની આ ગવાહી ઇપેર વખાણ કરજ્યે હે, કે દુન્ય ન મનખં મ અનેં ખાસ કરેંનેં તમારી વસ મ હમારું બુંલવું-સાલવું પરમેશ્વર ની તરફ થી પવિત્ર અનેં હાસ પરમણે હેંતું, ઝેંમ કે હાવુ તમું મનખં ના જ્ઞાન પરમણે નેં પુંણ પરમેશ્વર ના અનુગ્રહ થી કર્યુ. 13 હમું હમેશા ઇવી વાતેં લખજ્યે હે કે તમું વાસેં અનેં હમજેં સકો, ઝેંમ કે હાવુ તમું હમનેં થુંડું-ઘણું હમજો હે, પુંણ મનેં આહ હે કે તમું હમનેં પૂરી રિતી થી હમજેં સકહો. 14 એંતરે કે ઝીવી રિતી હમું તમારા વખાણ કરહું, હિવીસ રિતી તમું હુંદં પ્રભુ ઇસુ નેં પાસો આવવા ને ટાએંમેં હમારા વખાણ કરહો. 15 મનેં ઇની બદ્દી વાતં ઇપેર ભરુંહો હેંતો, એંતરે હારુ મેંહ પેલ તમનેં મળવા નું આયોજન કર્યુ, એંતરે કે હૂં તમારી કન બીજી વાર આવું અનેં તમનેં બીજી વાર આશિષ મળેં સકે. 16 એંને લેંદે મારી યોજના એંમ હીતી કે હૂં તમારી કન થાએંનેં મકિદુનિયા પરદેશ મ જું, અનેં મકિદુનિયા પરદેશ મહો વળેંનેં પાસો તમારી કન આવું. અનેં યહૂદિયા પરદેશ ના પરવાસ મ ઝી ખરસો થાએ, હેંનેં હારુ તમું મારી મદદ કરેં સકો. 17 ઝર મેંહ આ નક્કી કર્યુ તે હૂં હેંના બારા મ ઘણો ગંભીર હેંતો. હૂં ઝી કરવા માંગું હે હેંનેં દુન્યવી મનખં ની હમજ પરમણે ફેસલો નહેં કરતો, કે દરેક વાત મ હાઓ-હાઓ અનેં ના-ના કરું. 18 પરમેશ્વર હાસો ગવાહ હે કે ઝી વસન હમવેં તમનેં કેંદું હે, હેંનેં મ હાઓ અનેં ના બે વાતેં નહેં. 19 પરમેશ્વર નો બેંટો ઇસુ મસીહ ઝેંનો પરસાર મેંહ અનેં સિલવાનુસેં અનેં તીમુથિયુસેં તમારી વસ મ કર્યો હે, હેંનેં મ હાઓ અનેં ના બે વાતેં નહેં પુંણ હેંનેં મ ખાલી “હાઓ” હે. 20 કેંમકે પરમેશ્વર ના ઝેંતરા બી વાએંદા હે વેયા બદ્દા ઇસુ મસીહ મ હાવેંસ હે, એંતરે હારુ આપું પરમેશ્વર ની મહિમા હારુ મસીહ ઇસુ દુવારા આમીન એંતરે હાવ કેંજ્યે હે. 21 અનેં ઝી હમનેં તમારી હાતેં મસીહ મ મજબૂત કરે હે, અનેં ઝેંને હમારું અભિષેક કર્યુ વેયોસ પરમેશ્વર હે. 22 ઝેંને હમારી ઇપેર સિક્કો હુંદો માર દેંદો હે, અનેં મોફત પુંતાનો પવિત્ર આત્મા હમારા હૃદય મ આલ્યો હે. 23 હૂં કુરિન્થુસ સેર મ એંતરે હારુ પાસો નેં આયો, કે તમનેં ઠપકો મળે, આ વાત નો પરમેશ્વર ગવાહ હે કે હૂં હાસું બુંલું હે. 24 હમું એંમ નહેં સાહતા કે તમારા વિશ્વાસ ઇપેર હમું અધિકાર સલાડજ્યે. પુંણ તમારા આનંદ હારુ હમું તમારી હાતેં કામ કરવા વાળા હે, કેંમકે તમું તે એંમ ઇયે વિશ્વાસ મ મજબૂત હે. |
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation