1 થેસ્સલોનિકીઓનેં 1 - ગરાસિયા નવો કરારઆભાર 1 બા પરમેશ્વર અનેં પ્રભુ ઇસુ મસીહ મ થિસ્લુનીકે સેર ન વિશ્વાસી મનખં હારુ પાવલુસ, સિલવાનુસ અનેં તીમુથિયુસ ની તરફ થી આ કાગળ લખવા મ આયુ હે. પરમેશ્વર તમનેં અનુગ્રહ અનેં શાંતિ આલે. થિસ્લુનીકિયો સેર ન મનખં નો વિશ્વાસ 2 ઝર બી હમું પ્રાર્થના કરજ્યે હે તર તમનેં ઇયાદ કરજ્યે હે, અનેં હમેશા તમં બદ્દ હારુ પરમેશ્વર નું ધનેવાદ કરજ્યે હે. 3 અનેં ઝી કામ તમું વિશ્વાસ ને લેંદે કરો હે, અનેં તમું વિશ્વાસી મનખં ની મદદ કરવા હારુ ઘણી મેહનત કરો હે, કેંમકે તમું હેંનનેં પ્રેમ કરો હે. અનેં તમું પ્રભુ ઇસુ મસીહ નેં પાસો આવવા ની આહ રાખતં જાએંનેં દુઃખ વેંઠો હે, ઇયુ બદ્દું હમું આપડા બા પરમેશ્વર થી પ્રાર્થના કરતી વખત લગધર્યા ઇયાદ કરજ્યે હે. 4 હે વાલોં, હમું જાણન્યે હે કે પરમેશ્વર તમારી હાતેં પ્રેમ કરે હે, અનેં હેંને તમનેં પુંતાનં મનખં થાવા હારુ પસંદ કર્ય હે. 5 કેંમકે હમું પ્રભુ ઇસુ મસીહ ના બારા મ તાજો હમિસાર તમારી કન ખાલી બુંલવા થીસ નેં પુંણ પવિત્ર આત્મા ની સામ્રત અનેં પૂરી ખાતરી થી પોતાડજ્યે હે. અનેં ઝર હમું તમારી હાતેં હેંતા તર હમું તમારી ભલાઈ હારુ કેંકેંમ રિયા. 6 તમું ઘણી તખલી મ હુંદં હમારી અનેં પ્રભુ ઇસુ મસીહ નેં જુંગ જીવન જીઇવં, અનેં તમવેં પવિત્ર આત્મા દુવારા આલેંલા હમિસાર નેં આનંદ થી માન લેંદો. 7 આં તક કે મકિદુનિયા અનેં અખયા પરદેશં ન બદ્દ વિશ્વાસી મનખં હારુ તમું નમૂનો બણેંજ્ય. 8 કેંમકે તમાર તાં થી નેં ખાલી મકિદુનિયા અનેં અખયા પરદેશં મ પ્રભુ ઇસુ મસીહ નું વસન હમળાવા મ આયુ, પુંણ તમારા વિશ્વાસ ના બારા મ ઝી પરમેશ્વર ઇપેર હે, દરેક જગ્યા ઇવી સરસા ફેલાએં ગઈ હે કે હમારે તમારા વિશ્વાસ ના બારા મ કઇસ કેંવાની જરુરત નહેં. 9 કેંમકે વેય મનખં પુંતેસ હમારા બારા મ વતાડે હે કે તમારી કન હમારો અવકાર કેંવો થાયો, અનેં તમું કેંકેંમ મૂર્તિ પૂજા સુંડેંનેં પરમેશ્વર ની તરફ ફર્ય, એંતરે કે જીવતા અનેં હાસા પરમેશ્વર ની સેવા કરો. 10 અનેં પરમેશ્વર ના બેંટા ઇસુ નેં હરગ થી પાસો આવવા ની વાટ જુંવતં રો, ઝેંનેં હેંને મરેંલં મહો પાસો જીવતો કર દેંદો, ઇસુ મસીહ આપનેં આવવા વાળી સજ્યા થી બસાવે હે. |
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation