Online Bible

- Reklamy -

પ્રકટીકરણ 6 - દુબલી નવો કરાર


સાત મોહુરુ ખોલુલો

1 ફાચો માયુહુ હેયો, કા ઘેટાહા તીયા સાત મોહરુમેને એક ખોલ્યો; આને તીયા ચારુ જાનવરુમેને એકુ આવાજુ શબ્દ ઉનાયો, કા “આવ” તીયા આવાજ વાદલામે ગાજુલો હોચે આથી.

2 તાંહા માને એક પાંડો કોળો દેખાયો, આને આથુમે ધનુષ લીને એક માંહુ તીયાપે બોઠલો આથો, ફાચે તીયાલે એક મુગુટ આપવામે આલો, પેલ્લાથીજ જીતલો આથો આને ફાચે તોઅ વિજય પામા ગીયો.

3 જાંહા ઘેટાહા બીજી વાર મુય ખોલ્યો, તાંહા માયુહુ બીજા જાનવરુલે ઇ આખતા ઉનાયા, “આવ.”

4 ફાચે એક બીજો કોળો નીગ્યો જો લાલ રંગુ આથો, તીયાપે બોહનારાલે એક મોડી તલવાર આપવામે આલ્લી, આને તીયાલે ઓ અધિકાર આપવામે આલો, કા તોરતીપે શાંતિ મીટવી ટાકવામે આવે, કા લોક એકબીજાલે માય ટાકે.

5 જાંહા ઘેટાહા તીજીવાર મોહર ખોલી, તા માયુહુ તીજા જાનવરુલે ઇ આખતા ઉનાયો, કા “આવ” તાંહા માયુહુ એક કાલા કોળાલે બારે નિંગતા હેયો, આને તીયાપે બોહનારા આથુમે તારાજો આથો.

6 આને તીયા ચાર જાનવરુ વોચ્ચેને એગો માંહુ ગોગતો વેરી એહેકી માને લાગ્યો, તોઅ આખતલો, આવનારા દિહુમે તોરતીપે આકાલ પોળી આને ઈયા ખાતુરે “એક દિહુ મોજરી ભાવુમે એક કિલો ગોંવ કા ફાચે તીન કિલો જુવા વેચાતી લેવુલો બરાબર વેરી, પેન તેલ આને દારાક્ષે રસુ ભાવ નાય બોદલાય.”

7 આને જાંહા ઘેટાહા ચોથી મોહર ખોલી, તાંહા માયુહુ ચોથા જાનવરુ ઇ આખતા ઉનાયો, “આવ.”

8 ફાચે માયુહુ પીવલા રંગુ એક કોળાલે હેયો, જો તીયાપે બોઠલો આથો તીયા નામ મૃત્ય આથો, આને અધોલોકુ એટલે મોલા લોકુ રેવુલો જાગો તીયા ફાચલા-ફાચલા આવતલી. તીયા બેનુહુને ઓ અધિકાર આપવામે આલ્લો કા તોરતી ચોથા ભાગુ લોકુહુને તલવારુકી આને આકાલ મૃત્યકી, આને બીમારીકી, આને જંગલી જાનવરુ મારફતે માય ટાકે.

9 જાંહા ઘેટાહા પાંચમી મોહર ખોલી, તાંહા માયુહુ વેદી નીચે તીયા લોકુ આત્મા હેયી, જીયાહાને પરમેહેરુહુ વચન પ્રચાર કેરુલો લીદે આને તીયાં વિશ્વાસુ લીદે માય ટાકવામે આલ્લો.

10 તીયાહા મોડા આવાજુકી બોમબ્લીને આખ્યો, “હે પવિત્ર આને સત્ય પ્રભુ, તુ તોરતીપે રેનારા તીયા ખોટા લોકુહુને જીયાહા આમા રોગુત વેવડાવ્યો, દંડ આપુલોમે વાઅ કાહા લાગવોહો? આમુહુ વિનંતી કેતાહા કા તુ માહરીજ તીયાં મન બદલે.”

11 તાંહા તીયા બાદાહાને પાંડે પોતળે આપવામે આલે, આને પરમેહેરુહુ તીયાહાને આખ્યો, થોડીક વાઅ આરામ કેરા, કાહાકા આજી બી તુમા આર્યે વિશ્વાસી લોક બાકી હાય, તીયાહાને બી જેહેકી તુમનેહે વધ કેરામે આલા તેહેકીજ તીયાહાને બી વધ કેરામે આવી, આને જાંહા મોનારા સંખ્યા પુરી વી જાય, તાંહા આંય તીયાં બદલો લેહે.

12 જાંહા ઘેટાહા છઠ્ઠી વાર મોહર ખોલી, તા માયુહુ એક મોડો ભુકંપ હેયો, આને દિહ કાલા ચાદરા હોચે કાલો આને ચાંદ રોગુતુ હોચે લાલ વી ગીયો.

13 આને જેહેકી મોડો તુફાન આવા પેલ્લા અંજીરુ ચાળવાપેને કાચે ફલવે નીગી પોળતેહે, તેહેકીજ તારા જુગુમેને જમીનુપે નીંગી પોળ્યે.

14 આને જીયુ રીતીકી ટાટ પાતરાલે ગોલ-ગોલ વેટાલી લેવામે આવેહે, તેહેકીજ જુગ હોરકી ગીયો આને દરેક ડોગુ આને દરેક સમુદ્ર ટાપુ પોત-પોતા જાગાપેને હોરકી ગીયો.

15 તાંહા તોરતી રાજા, પ્રધાન, સૈનિકુ આગેવાન, માલદાર, તાકતવર, દરેક જો ગુલામીમે હાય, આને જે ગુલામીમે નાહ તીયા બાદાહાને ડોગુ ગુફામે આને ખોળકામે જાયને દોબી ગીયે.

16 આને ડોગુહુને આને ખોળકાહાને ઇ આખા લાગ્યે, “આમાપે આવી પોળા આને આમનેહે તીયાકી દોબાવી લેઅ જો રાજગાદીપે બોઠલો હાય, તીયા દંડુકી આને ઘેટા ક્રોધુકી વાચાવી લ્યા.”

17 કાહાકા પરમેહેર આને ઘેટા એટલે ઇસુ ખ્રિસ્ત બાદાહાને દંડ આપી, તોઅ ભયાનક સમય આવી ગીયોહો, આને કેડો બી ઈયા દંડુકી વાચાય નાહ સેકતો.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy