Online Bible

- Reklamy -

લુક.ની સુવાર્તા 23 - દુબલી નવો કરાર


પિલાત રાજા ઇસુલે સવાલ ફુચેહે
( માથ. 27:1-2 , 11-14 ; માર્ક. 15:1-5 ; યોહ. 18:28-38 )

1 તાંહા બાદા એકઠા વેલા લોક ઇસુલે પિલાત રાજાહી લી ગીયા.

2 આને બાદા લોક ઇ આખીને, ઇસુપે ગુનો લાગવા લાગ્યા, કા “ઇ માંહુ સરકારુ વિરુધ હુલ્લળ કેરાવા માગેહે, આને આમા જાતિ માંહાને ખોટો હિક્વેહે, કા રોમી કેસર રાજાલે વેરો નાય આપુલો, આને આમુહુ પોતે ઇયાલે, ખ્રિસ્ત રાજા આખતા ઉનાયાહા.”

3 પિલાત રાજાહા ઇસુલે ફુચ્યો, “કાય તુ યહુદી લોકુ રાજા હાય?” ઇસુહુ તીયાલે જવાબ આપ્યો, “તુ પોતેજ આખી રીયોહો.”

4 તાંહા પિલાત રાજાહા મુખ્યો યાજકુહુને આને લોકુહુને આખ્યો, “ઈયા માંહામે કાય બી ગુનો માને નાહ મીલતો.”

5 પેન તે આજી બી વાદારે મોડા આવાજુકી આખા લાગ્યા, “ઓ યહુદીયા વિસ્તારુ બાદા લોકુહુને ઉપદેશ આપીને બેહકાવેહે, ઇયાહ ગાલીલુ વિસ્તારુમે ચાલુ કેયો, આને આમી ઇહી આવી ગીયોહો.”

6 ઇ ઉનાયને પિલાત રાજાહા તીયાહાને ફુચ્યો, “કાય ઇ માંહુ ગાલીલ વિસ્તારુ હાય?”

7 ઇસુ ગાલીલ એટલે હેરોદ રાજા વિસ્તારુમે હાય, ઇ ઉનાયને, તીયાલે હેરોદ રાજાહી લી જાંઅ આખ્યો, કાહાકા તીયા સમયુલે હેરોદ રાજા યરુશાલેમુમેજ આથો.


ઇસુલે હેરોદ રાજાહી મોક્લ્યો

8 હેરોદ રાજા ઇસુલે હીને ખુબ ખુશ વી ગીયો, કાહાકા તોઅ ઇસુ વિશે ઉનાલો, આને તીયાલે ખુબ કેહે હેરા માગતલો: આને ઇસુ કાયક ચમત્કાર કી દેખાવે એહકી તોઅ આશા બી રાખતલો.

9 હેરોદ રાજા ઇસુલે ખુબુજ ગોઠયા ફુચતો રીયો, પેન તીયાહા તીયાલે કાયજ જવાબ દેદો.

10 આને મુખ્યો યાજક, આને મુસા નિયમ હિક્વુનારા ઉબી રીને, ઇસુ વિરુધ જોર દિને ગુનો લાગવુતા રીયા.

11 તાંહા હેરોદ રાજાહા તીયા સૈનિકુ આરી ઇસુ અપમાન કીને મશ્કરી કેયી, આને ઇસુલે રાજા પોવેહે તેહેડે ચોમકુતે પોતળે પોવાવીને, પિલાત રાજાહી ફાચે મોકલી દેદો.

12 તીયા પેલ્લા હેરોદ રાજા આને પિલાત રાજા બેનુ એક-બીજા દુશ્મન આથા, પેન તીયા દીહુલને તે બેનુ દોસદાર બોની ગીયા.


પિલાત રાજા ઇસુલે મોતુ દંડ દેહે
( માથ. 27:15-26 ; માર્ક. 15:6-15 )

13 પિલાત રાજાહા મુખ્યો યાજકુહુને, અધિકારીહીને આને લોકુહુને હાદીને આખ્યો,

14 “તુમુહુ ઈયા માંહાલે માઅ પાહી લાલા આને આખતલા કા ઇ માંહુ સરકારુ વિરુધ હુલ્લળ કેરાવા માગેહે, આને આમાં જાતિ માંહાને ખોટો હિક્વેહે કા રોમન સકારુલે વેરો નાય આપુલો, એહકી આખીને તીયાલે માહી તી લાલ્લા, આને હેરા, માયુહુ તુમા હુંબુરુજ તીયાલે પારખ્યોહો, પેન જીયુ ગોઠી તુમુહુ ઇયાપે ગુનો લાગવુતાહા, એહેડો એક બી ગુનો તીયામે માને નાહ મીલ્યો.

15 હેરોદ રાજાહા બી તીયાલે ગુનેગાર નાય માન્યો, કાહાકા તીયાહા બી ઇયાલે ફાચે માંહી મોકલી દેદોહો: આને હેરા, ઈયા માંહાલે મોતુ દંડ આપાય એહેડો એક બી ગુનો તીયાહા નાહ કેયો.

16 ઈયા ખાતુર આંય તીયાલે ચાપકા કી ઠોકાવીને છોડી દેહે.”

17 દર વર્ષે પાસ્ખા તેહવારુ સમયુલે પિલાત રાજા યહુદી લોકુ ખાતુર એક કેદીલે છોડી દેતલો.

18 તાંહા બાદા લોક બોમબ્લી ઉઠયા, “ઇયાલે માય ટાક, આને આમા ખાતુર બરાબ્બાસુલે છોડી દેઅ.”

19 બરબ્બાસુહુ યેરુશાલેમુ શેહેરુ લોકુહુને સરકારુ વિરુધ હુલ્લળ કેરાવલો, આને ખુન બી કેલો, તીયા લીદે તીયાલે ક્રુસુપે ટાંગીને માય ટાકા ખાતુર જેલુમે પુરી દેદલો.

20 પેન પિલાતુ ઈચ્છા તા ઇસુલે છોડી દેવુલો આથી, તીયા લીદે તીયાહા લોકુહુને ફાચે હોમજાવ્યા.

21 પેન તે ફાચા બોમબ્લી ઉઠયા, “તીયાલે ક્રુસુપે ટાંગીને માય ટાકા, ક્રુસુપે ટાંગીને માય ટાકા!”

22 પિલાત રાજાહા તીજીવાર બી લોકુહુને આખ્યો, પેન તીયાહા કાય ગુનો કેયોહો? “ઇયાલે મોતુ દંડ આપી સેકુ એહેડો, માયુહુ ઇયામે કેલ્લોજ ગુનો નાહ હેયો, ઈયા ખાતુર આંય તીયાલે માર ઠોકાવીને છોડી દેહે.”

23 પેન તે બોમબ્લી-બોમબ્લીને આખા લાગ્યા, કા તીયાલે ક્રુસુપે ટાંગીને માય ટાકા, છેલ્લે પિલાત રાજા તીયા લોકુ માંગણી પરમાણે કેરા તીયાર વીયો.

24 તાંહા પિલાત રાજાહા તીયા લોકુ માંગણી પરમાણે, ઇસુલે મોતુ દંડ દી દેદો.

25 આને પિલાત રાજાહા તીયા માંહાલે જો હુલ્લળુ આને ખુનુ ગુના લીદે, જેલુમે પુરલો આથો, તીયા બરબ્બાસુલે તીયા લોકુ માંગણી પરમાણે છોડી દેદો; આને ઇસુલે તીયાં ઈચ્છા અનુસાર ક્રુસુપે જોળી દાંઅ હોપી દેદો.


સૈનિક ઇસુલે ક્રુસુપે ટાંગીને માય ટાકતાહા
( માથ. 27:32-44 ; માર્ક. 15:21-32 ; યોહ. 19:17-19 )

26 ઇસુલે ક્રુસુપે ટાંગા ખાતુર સૈનિક તીયાલે પિલાત રાજા મેહેલુમેને લી જાતલા, તાંહા કુરેન શેહેરુ શિમોન નાવુ એક માંહુ જો ગાંવુમેને આવતલો, તીયાલે સૈનિકુહુ તેયો, આને ઇસુ જો ક્રુસ ઉખલી લાવતલો, તોઅ ક્રુસ તીયાલે ઉખલીને ઇસુ ફાચલા-ફાચલા ચાલાં હુકમ કેયો.

27 આને લોકુ મોડો ટોલો ઇસુ ફાચલા આવતલો: આને ખુબુજ બાયા બી ઇસુ ખાતુર છાતી-ઠોકીને રોળતલ્યા, આને દુઃખી વેતલ્યા.

28 ઇસુહુ રોળનારી થેયું વેલ ફીરીને આખ્યો, “ઓ યરુશાલેમ શેહેરુ પોયરીહી, તુમુહુ માંઅ ખાતુર માઅ રોળાહા; પેન પોતા ખાતુર, આને તુમા પોયરા ખાતુર, જો વેનારો હાય તીયા લીદે રોળા.

29 કાહાકા હેરા, એહેડા દુ:ખુ દિહ આવતાહા, કા તીયા દિહુમે લોક એહેકી આખી, ‘જે બાય વાંયટી હાય, આને જીયુહુ કીદીહીજ બી પોયરાલે જન્મ નાહ આપ્યો, આને દુધ નાય પાજ્યો વેરી, તે બાય ધન્ય હાય.

30 તીયા સમયુલે લોક ડોગુલે આખી, કા આમાપે ટુટી પોળ, આને ડોગુ ટેંબાલે આખી, કા આમનેહે દોબાવ.’

31 કાહાકા આંય તા વગર ગુના હાય, તેબી તીયાહા માને મોતુ દંડ આપ્યોહો, પેન તુમુહુ તા ગુનાલે હાય, તીયા લીદે તે તુમનેહે નોક્કીજ મોડો દંડ આપી.”

32 તે સૈનિક બીજા બેન ગુનેગારુહુને બી ઇસુ આરીજ માય ટાકા ખાતુર લી જાતલા.

33 જાંહા તે ખોપળી નાવુ જાગાપે પોચ્યા, તાંહા સૈનિકુહુ તીહી ઇસુ આરી બેન ગુનેગારુહુને બી ક્રુસુપે ટાંગી દેદા, એકાલે ઇસુ હુદીવેલ, આને બીજાલે ઇસુ ઉલટી વેલ.

34 તાંહા ઇસુહુ આખ્યો, “ઓ બાહકા ઇયાહાને માફ કે, કાહાકા એ જાંતા નાહ કા કાય કી રીયાહા? આને સૈનિકુહુ ચિઠ્ઠીયા ટાકીને, ઇસુ પોતળે વાટી લેદે.

35 લોક ઉબી રીને હી રેહલા, આને યોહુદી આગેવાન બી ઇસુ નિંદા કીને આખતલા, કા ઇયાહા બીજાહાને બીમારીમેને વાચાવ્યેહે, કાદાચ તોઅ પરમેહેરુ નીમલો ખ્રિસ્ત વેરી, તા તોઅ પોતાલે બોચાવે.”

36 સૈનિક બી ઇસુ પાહી આવીને, આને દારાક્ષા કોડવો રોહ આપીને, તીયા નિંદા કેતલા.

37 “કાદાચ તુ યહુદીયા રાજા વેરી, તા પોતાલે વાચાવ.”

38 આને ક્રુસુપે ઇસુ મુનકા ઉપે એક બોળ લેખીને લાગવ્યો: જીયાપે લેખલો આથો, “ઓ યહુદી લોકુ રાજા હાય.”


ક્રુસુપે પાસ્તાવો કેનારો ગુનેગાર

39 જે ઇસુ આરી ક્રુસુપે ટાંગલા, તીયા બેન ગુનેગારુમેને એકાહા ઇસુ નિંદા કીને આખ્યો, “કાય તુ ખ્રિસ્ત નાહ? તા પોતાલે આને આમનેહે બી વાચાવ!”

40 પેન બીજા ગુનેગારુહુ તીયાલે ખીજવાયને આખ્યો, “કાય તુ પરમેહેરુલે બી નાહ બીતો? ઓ જો દંડ ભોગવેહે તોજ દંડ તુ બી ભોગવોહો.

41 આને આપુહુ તા ખરેખર ગુનો કેયોહો, તીયા લીદે આપુહુ દંડ ભોગવુતાહા; પેન ઇયાહા કેલ્લોજ બી ગુનો નાહ કેયો.”

42 તાંહા તીયાહા ઇસુલે આખ્યો, “ઓ ઇસુ, જાંહા તુ એક રાજા હોચ્યો રાજા બોનીને પોતા રાજ્યમે આવોહો, તાંહા માને યાદ કેજે.”

43 ઇસુહુ તીયાલે આખ્યો, “આંય તુલે ખેરોજ આખુહુ કા આજુજ તુ માંઅ આરી હોરગામે રેહો.”


ઇસુ મોત
( માથ. 27:45-56 ; માર્ક. 15:33-41 ; યોહ. 19:28-30 )

44 આને લગભગ બારેક વાગેને તીનેક વાગે હુદી આખા દેશુમે આંદારો વી ગીયો,

45 આને દિહુ ઉજવાળો જાતો રીયો, આને યેરુશાલેમુ દેવળુલે બુજુલો પોળદો ઉપેને એઠાં લુગુ ફાટીને બેન ટુકડા વી ગીયો.

46 આને ઇસુહુ મોડા આવાજુકી બોમબ્લીને આખ્યો, “ઓ બાહકા, આંય માંઅ આત્મા તોઅ આથુમે હોપી દિહુ,” એહકી આખીને ઇસુહુ પોતા જીવ છોડી દેદો.

47 જો કાય વીયો તોઅ હીને સુબેદારુહુ પરમેહેરુ મહિમા કીને આખ્યો, “ખેરોજ ઇ માંહુ ન્યાયી આથો.”

48 આને લોકુ ટોલો જે બીના હેરા એકઠે વેલે, તીયુ ઘટનાલે હીને ખુબુજ દુઃખી વીયે આને તે છાતી ઠોક્તે-ઠોક્તે પોત-પોતા કોઅ જાતે રીયે.

49 આને ઇસુલે ઓખુનારે બાદે માંહે, આને જે બાયા, ગાલીલ વિસ્તારુમેને ઇસુ આરી આલલ્યા, દુરને ઉબી રીને જો કાય વીયો તોઅ બાદો હી રેહેલ્યા.


ઇસુ લાસીલે કબરુમે થોવતેહે
( માથ. 27:57-61 ; માર્ક. 15:42-47 ; યોહ. 19:38-42 )

50 આને તીહી યુસુફ નાવુ ન્યાયસભા એક સભાસદ આથો, તોઅ હારો આને ન્યાયી માંહુ આથો.

51 તોઅ યહુદીયા જીલ્લા અરીમથાયુ શેહેરુ રેનારો આથો, આને તીયા લોકુહુ ઇસુ વિરુધ જો વિચારલો આને કેલો, તીયા કામુકી તોઅ ખુશ નાય આથો; આને તોઅ પરમેહેરુ રાજ્યા વાટ જોવતલો.

52 તીયાહા પિલાત રાજાહી જાયને, ઇસુ લાસ માગી.

53 આને પિલાત રાજા પરવાનગી મીલવીને, યુસુફુહુ ઇસુ લાસીલે ક્રુસુપેને ઉતાવીને રેશમી પોતળામે ચોંડાવી, આને ખોળકામે ખોદલી કબરુમે થોવી; આને તીયુ કબરુમે આમી લુગુ કેડાજ લાસ નાહ થોવી.

54 તોઅ દિહ શુક્ર વાર આથો, આને વિશ્રામવારુ દિહી શુરુ વેનારો આથો.

55 ઇસુ આરી ગાલીલ વિસ્તારુમેને આલલ્યા તીયુ બાયુહુ યુસુફુ ફાચલા-ફાચલા જાયને, તીયુ કબરુલે આને તીયામે ઇસુ લાસીલે કેહેકી થોવેહે તોઅ હેયો.

56 આને તે પોતા કોઅ જાયને, ઇસુ શરીરુપે લાગવા સુગંધિત વસ્તુ, આને ઓસ્તર તીયાર કેયો; આને વિશ્રામવારુ દિહી તીયુહુ મુસા નિયમ અનુસાર આરામ કેયો.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy