Aanlyn Bybel

- Advertensies -

પ્રકટીકરણ 9 - ડાંગી નવા કરાર


પાંચવા રનશિંગડા

1 જદવ પાંચવા દેવદુત રનશિંગડા વાજવના. તાહા મા એક ચાંદની હેરનાવ, જો આકાશ માસુન ધરતીવર પડેલ હતી, અન તે ચાંદનીલા નરક કુંડની ચાવી દીદી.

2 તીની નરક કુંડના દાર ઉગડા, ત તે માસુન ઢુકટ નીંગના, જી મોઠે ભટીને ઢુકટને સારકા હતા, પાતાળને તે ઢુકટકન દિસ અન વાતાવરન કાળા હુયી ગે.

3 તે ઢુકટ માસુન તીડ નીંગીની ધરતીવર પસરી ગેત, અન તેહાલા ધરતી વરલે ઈચુસે સારકી શક્તિ દીદી.

4-5 જીસા એખાદલા ઈચુ ચાવ તાહા દુઃખહ, તીસા જ યે તીડ સાહલા પાંચ મહિના પાવત તે લોકા સાહલા દુઃખ દેવલા પરવાનગી દીયેલ હતી, જેને ડોકીવર દેવના સીકા નીહી હતા. પન તેહાલા નીહી ધરતીને ચારાલા, નીહી કને સોડલા અન નીહી કને ઝાડલા નુકશાન કરુલા હતા.

6 તે દિસસાહમા માનસા મરુલા ઉપાય ગવસતીલ, પન તેહાલા મરી નીહી સકાયજ. તે મરુલા ઈચાર કરતીલ, પન તેહાલા મરુના કાહી ઉપાય નીહી મીળનાર.

7 યે તીડ ઘોડાસે સારકા દેખાય જ હતાત, જે જીસા લડાય સાટી તયાર કરેલ હવાત. તેહી તેહને ડોકીવર કાહી પોવેલ હતા જી સોનાને મુંગુટ જીસા લાગ હતા. અન તેહના ટોંડ માનસાસે ટોંડને જીસા હતાત.

8 તેહના કેશ બાયકાસે કેશાસે ગત અન તેહના દાંત સિંહને દાંતસે સારકા મજબુત હતાત.

9 ઈસા લાગ હતા કા તેહી લોખંડકન બનેલ બકતર પોવેલ હતા. જદવ તે ઉડ હતાત, ત તે યુદને સાટી પકા જોરમા ધાંવદનાર ખુબ રથસે અન ઘોડાસે અવાજ સારકા હતા.

10 તેહની સેમટી ઈચુસે સારકે હતેત અન તેહમા સેમટીકન ચાવ તી હતા તે તેહને સેમટીકન ચાવત તેમા માનસા સાહલા પાંચ મહિના પાવત નુકશાન કરુના સામર્થ્ય હતા.

11 નરક કુંડના દુત તેહને સાટી રાજાને રુપમા હતા. હિબ્રૂ ભાષામા તેલા અબાદોન અન ગ્રીક ભાષામા અપોલીયોન સાંગાયજહ.

12 પુડલી અડચન હુયી ગહય, પન યેને માગુન આજુ દુસરલે દોન અડચન યેવલા આહાત.


સઠા રનશિંગડા

13 જદવ સઠા દેવદુત રનશિંગડા વાજવના. ત મા દેવને પુડ બનવેલ સોનાની વેદીને ચારી શિંગા માસુન યેતા એક અવાજ આયકનાવ,

14 તાહા મા તેલા સઠે દેવદુત પાસુન યી સાંગતા આયકનાવ જેને પાસી રનશિંગડા હતા, “મોઠી નય ફરાતને પાસી બાંદેલ તે ચાર સૈતાનના દુત સાહલા સોડી દે.”

15 તે સાટી તે ચાર સૈતાનના દુતસા બંદન ખોલી દીદાત, જે તો સમય, દિસ, મહિના અન વરીસને સાટી પુડ પાસુન જ માનસા એક તીસરા ભાગને તોડાક લોકા સાહલા મારી ટાકુલા સાટી તયાર રાખેલ હતાત.

16 ઘોડાવર બીસતાહા તે સૈનિકસી સંખ્યા વીસ કરોડ હતી. તેહની સંખ્યા સાંગનાત તી મા આયકનાવ.

17 માલા તે દરશનમા તે ઘોડા અન તેહાવર બીસેલ સૈનિક યે પરકારે દેખાયનાત: સૈનિક ઈસતોને સારકા લાલ, પકા નીળા અન ગંદકને જીસા પીવળા બકતર પોવેલ હતા. ઘોડાસી ડોકી સિંહસે ડોકીને જીસા હતા અન તેહને ટોંડ માસુન ઈસતો, ઢુકટ અન ગંદક નીંગ હતા.

18 યે તીન અડચન મારફતે, એટલે તેહને ટોંડ માસુન નીંગ તી ઈસતો, ઢુકટ અન ગંદક હતા, તેકન તીસરા ભાગના માનસા નાશ હુયી ગેત.

19 કાહાકા તે ઘોડાસી શક્તિ તેહને ટોંડ અન સેમટીમા હતી, કાહાકા તેહની સેમટી ડોકીવાળા સાપને સારકા હતેત જેહના ઉપેગ તે માનસા સાહલા દુઃખ દેવલા સાટી કર હતાત.

20 અન બાકીના માનસા, જે તે મુશ્કેલી સાહકન નીહી મરલા, તેહી તેહને સોના, ચાંદી, પીતળ, દગડ અન લાકડાસે મુરતીસી ભક્તિ કરુલા નીહી સોડતીલ, જી તેહી બનવેલ હતેત. યે મુરતી હેરત નીહી, આયકત નીહી અન ચાલી બી નીહી સક હતેત, તેહી ભૂત સાહલા પુંજા કરુલા નીહી સોડનાત.

21 અન તેહી તેહને ખૂન, તેહના જાદુ કામ, તેહની સીનાળી અન તેહની ચોરીને સાટી બી પસ્તાવા નીહી કરનાત.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies