Aanlyn Bybel

- Advertensies -

માથ્થી 9 - ડાંગી નવા કરાર


લકવાવાળાલા ઈસુ બેસ કરના
( માર્ક 2:1-12 ; લુક. 5:17-26 )

1 ઈસુ હોડીમા બીસીની માગ જ તેને પદરને સાહારલા ગે.

2 તઠ ઝોળીમા પડેલ એક લકવાવાળા માનુસલા થોડાક લોકા ઈસુ પાસી લયનાત, તેહના વીસવાસ હેરીની ઈસુની તે લકવાવાળા માનુસલા સાંગહ કા, “પોસા, હિંમત રાખ તુના પાપ માફ હુયનાહાત.”

3 તાહા સાસતરી લોકા ઈસા ઈચાર કર હતાત કા, “યો ત દેવની ટીકા કરહ.”

4 તે કાય ઈચારતાહા તી જાનીની ઈસુની તેહાલા સાંગા તુમી પદરને મનમા કજ વેટ ઈચાર કરતાહાસ?

5 વદારે સોહપા કના આહા, તુને પાપની તુલા માફી મીળનીહી ઈસા સાંગુલા કા, ઉઠ અન ઘર ધાવ?

6 ઘરતીવર માનુસના પોસાલા દુને વર પાપની માફી દેવલા સતા આહા, તી તુમી જાના તે સાટી લકવાવાળાલા ઈસુ સાંગહ, “મા તુલા સાંગાહા, ઉઠ, તુની ઝોળી ઉચલી ન તુને ઘર ધાવ.”

7 તો લેગજ ઉઠના, અન ઝોળી ઉચલી ન, અખેસે દેખત તે ઘર માસુન બેસ હુયી નીંગી ગે.

8 તી હેરીની લોકા સાહલા નવાય લાગના, તે ઈચારમા પડીની દેવના આભાર માનતા, દેવની ઈસા અધિકાર દીદાહા ઈસા સાંગીની તે દેવલા વાનનાત.


ઈસુ માથ્થીલા બોલવના
( માર્ક 2:13-17 ; લુક. 5:27-32 )

9 ઈસુ તઠુન નીંગીની જા હતા, તાહા કર લેનાર કારકુનની એક ચવકી વર બીસેલ માથ્થી નાવને એક માનુસલા હેરા. ઈસુની તેલા સાંગા કા, માને પાઠીમાગ યે અન માના ચેલા બન અન તો ઉઠી ન ઈસુને માગ ગે.

10 માગુન ઈસા હુયના કા, ઈસુ લેવીને ઘરમા ખાવલા બીસના અન તેને હારી થોડાક કર લેનાર, પાપી ગનાયજત તે અન તેના ચેલા હારી ખાવલા બીસલા.

11 તાહા ફરોસી લોકાસી યી હેરીની, તેને ચેલા સાહલા સાંગા, કા “ઈસુ કર લેનાર લોકા અન પાપીસે હારી કજ ખાહા?”

12 ઈસુ તી આયકીની તેહાલા સાંગા, “જે બેસ આહાત તેહાલા વખદ દેનારની જરુર નીહી આહા. પન જે અજેરી આહાત તેહાલા આહા.

13 સાસતરમા લીખેલ આહા કા બલિદાન ચડવુલા કરતા તુમી દુસરેવર દયે કરા તીજ માલા ગમહ યેના અરથ કાય તી તુમી જાયની સીકી લીજા મા સતી માનસા સાહલા નીહી પન પાપી માનસા સાહલા જ બોલવુલા આનાહાવ.”


ઉપાસ બારામા સવાલ
( માર્ક 2:18-22 ; લુક. 5:33-39 )

14 માગુન યોહાનના ચેલા યીની ઈસુલા સોદા “આમી અન ફરોસી લોકા પકા ઉપાસ કરજહન, પન તુના ચેલા ત ઉપાસ નીહી જ કરત, તેના કારન કાય આહા”

15 તાહા ઈસુની તેહાલા સાંગા, “જદવ પાવત નવરા હારી આહા, કાય પેનવાળા શોક કરી સકતીલ? પન તે દિસ યેતીલ, જદવ નવરા તેહને પાસુન લી લેવાયજીલ, તદવ તે દિસ પાસુન ઉપાસ કરતીલ.

16 કોની પન જુને કપડાલા નવે કપડાના ઠીગળ નીહી લાવ. અન જો ઠીગળ લાવીલ ત નવા જોડેલ કપડા જુને કપડાલા વદારે ફાડી ટાકીલ, અન તેના સીડકા ખુબ મોઠા હુયી જાયીલ.

17 નવા દારીકાના રસ જુની કાતડાની ઠેલીમા કોની નીહી ભરી ઠેવ. અન જો ભરી ઠેવહ તો નવા દારીકાના રસ કાતડાની ઠેલી સાહલા ફોડી ટાકહ અન દારીકાના રસ ઈખરાયજી જાહા તાહા કાતડાની ઠેલી ન દારીકાના રસ દોનીસા નાશ હુયહ. પન નવા દારીકાના રસ નવે કાતડાને ઠેલે સાહમા ભરુલા પડ તાહા દોની બચી જાતી.”


અધિકારીને પોસીલા અન પગરવાળી બાયકોલા ઈસુ બેસ કરનેલ
( માર્ક 5:21-43 ; લુક. 8:40-56 )

18 ઈસુ તેહાલા ઈસી ગોઠ સાંગ હતા તોડેકમા યાઈર નાવના અધિકારી તઠ આના અન ઈસુને પાયે પડીની તેની વિનંતી કરી સાંગા કા, માની પોસી મરી ગય હવી પન તુ યીની તીવર હાત ઠવસીલ તાહા તી જીતી હુયીલ.

19 ઈસુ ઉઠી ન તેને હારી ગે, અન તેના ચેલા બી તેને માગ ગેત.

20 તાવ ત એક બાયકો હતી, જી બારા વરીસ પાસુન પગરની અજેરીમા હતી તી ઈસુને પાઠીમાગ આંગડાલા હાત લાવની.

21 કાહાકા તી મનમા ઈચાર હતી કા, “મા ઈસુને આંગડાલા હાત લાવીન ત મા બચી જાયીન.”

22 તાહા ઈસુની માગ ફીરી હેરીની તીલા સાંગા, બુયુ હિંમત રાખ, તુય માવર ભરોસા ઠેવાહાસ યે ગોઠની તુના તારન કરાહા, તેજ સમયમા તી બાયકો બેસ હુયની.

23 માગુન ઈસુ તે પ્રાર્થના ઘરના આગેવાનના ઘરમા આના, તાહા તે ઘરમા ઠાળી લાવત તેહાલા અન કકાસ કરત તે લોકા સાહલા તો હેરના.

24 તેની તેહાલા સાંગા બાહેર નીંગી જા, પોસી મરી નીહી ગયેલ, પન તી ત નીજહ. તાહા તે તેવર હસુલા લાગનાત.

25 પન લોકા સાહલા બાહેર કાડા તાહા ઈસુ મજાર ગે, તેહાલા સાંગના અન પોસીને હાતલા ધરના તાહા પોસી ઉઠી બીસની.

26 તી ગોઠ તેહને તે અખે વિસ્તારમા પસરી ગય.


ઈસુ આંદળા સાહલા બેસ કરનેલ

27 ઈસુ તઠુન નીંગીની જા તાહા, દોન આંદળા તેને માગુન જાયની ઈસા આરડત કા, દાવુદ રાજાને વંશના પોસા આમાવર દયા કર.

28 તો ઘરમા ગે તાહા દોની આંદળા તે પાસી આનાત. ઈસુની તેહાલા સોદા, “કાય તુમાલા વીસવાસ આહા, કા મા તુમાલા બેસ કરી સકીન?” તેહી ઈસા સાંગા, “હા પ્રભુ, આમાલા વીસવાસ આહા કા આમાલા બેસ કરી સકહસ.”

29 તાહા ઈસુની ડોળાવર હાત થવીની સાંગા, તુમના વીસવાસ પરમાને તુમાલા હુયુદે.

30 તે આંદળા દેખતા હુયનાત અન માગુન ઈસુની તેહાલા બરાબર સાંગા, યી ગોઠ કોનાલા માહીત નીહી પડુલા પડ.

31 પન તે તઠુન નીંગનાત તે વિસ્તારને અખે જાગામા ઈસુના મહિમા પસરવી દીનાત.


મુકાલા ઈસુ બોલતા કરનેલ

32 દોન આંદળા માનસા બાહેર નીંગનાત તાહા થોડાક લોકસી ભૂત લાગેલ એક મુકાલા ઈસુ પાસી લયા.

33 જદવ ઈસુની ભૂતલા બાહેર કાડા, તાહા તો મુકા બોલુલા લાગના, ત લોકા સાહલા પકા નવાય લાગના અન તે સાંગત. ઈસરાયેલ દેશમા પુડ પન આમી ઈસા હેરેલ જ નીહી.

34 ફરોસી લોકાસી સાંગા, “તો ભૂતાસે સરદાર સૈતાનને મદતકન ભૂતા સાહલા કાડહ.”


લોકા સાહવર ઈસુની દયે

35 ઈસુ અન તેના ચેલાસે હારી જાયની યહૂદીસે પ્રાર્થના ઘરમા જાયી ન દેવને રાજની બેસ ગોઠના પરચાર કરના અન પકા જાતના રોગના દુઃખે સાહલા બેસ કરના, પકા સાહારમા ની ગાવાસાહમા ગે.

36 પકા લોકા સાહલા હેરી ની તેહવર તેલા પકી દયા આની કાહાકા તે તે મેંડાસે ગત હતાત, જેહના કોની બાળદી નીહી આહા.

37 તાહા તેની તેને ચેલા સાહલા સાંગા, “જીસા ખેત સાહમા પકા પીક યેહે, ઈસા પકા લોકા દેવની ગોઠ આયકુલા તયાર આહાત. પન દેવને રાજને બારામા સાંગુલા સાટી લોકા વાય આહાત.

38 તે સાટી ખેતને માલીક પાસી પ્રાર્થના કરા કા કાપુલા સાટી મજુર સાહલા દવાડ.”

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies