Aanlyn Bybel

- Advertensies -

लूका 4 - ડાંગી નવા કરાર


ઈસુની પરીકસે
( માથ. 4:1-11 ; માર્ક 1:12 , 13 )

1 માગુન ઈસુ પવિત્ર આત્માકન ભરી યરદન નય પાસુન પરત ફીરના, અન પવિત્ર આત્મા જીસા દોરવની દીના તીસા તો સુની જાગામા હીંડત રહના.

2 અન ચાળીસ રાત-દિસ સુદી સૈતાન તેની પરીક્ષા કરત રહના, તે દિસસાહમા તો કાહી પન ખાઈલ નીહી અન જદવ તે દિસ પુરા હુયી ગેત, તદવ તેલા ભુક લાગની.

3 માગુન સૈતાનની તઠ યીની પારખુલા સાટી સાંગના, “જર તુ દેવના પોસા હવાસ ત યે દગડા સાહલા ભાકરી હુયી જાવલા આજ્ઞા દે કા તુ ખાયી સકસ.”

4 ઈસુ તેલા સાંગ સાસતરમા ઈસા લીખેલ આહા, “માનુસ એખલા ભાકરકન જ નીહી જગ.”

5 તાહા સૈતાન ઈસુલા લી ગે અન જરાક જ વારમા દુનેને રાજના અખા ધન-દવલત દાખવના.

6 અન સૈતાન ઈસુલા સાંગના, “મા યી અખી સતા અન દુનેના મહિમા તુલા દીન. કાહાકા તી માલા સોપી દીદાહા, અન મા જેલા દેવલા માંગા તેલા દી સકાહા.

7 તે સાટી જર તુ માને પાયે પડીની માની ભક્તિ કરસી, તાહા યી અખા તુના હુયી જાયીલ.”

8 ઈસુની તેલા સાંગા, “સાસતરમા ઈસા લીખેલ આહા કા તુ પ્રભુ જો તુના દેવ આહા, ફક્ત તેલા જ પાયે પડ અન તેની જ ભક્તિ કર.”

9 માગુન સૈતાન ઈસુલા યરુસાલેમ સાહારમા લી ગે અન યહૂદી મંદિરને ઉંચે જાગાવર ઊબા રાખીની સાંગના. “જો તુ દેવના પોસા હવાસ ત તુ પદર હુયીન અઠુન ઊડી પડ.

10 કાહાકા, સાસતરમા ઈસા લીખેલ આહા કા ‘દેવ તેને દેવદુત સાહલા તુલા બચવુલા આજ્ઞા દીલ,’

11 ન તુને પાયલા દગડા લાગે વગર દેવદુત તેહને હાત સાહવર તુલા ઝેલકી લેતીલ કા, તુના પાયલા દગડાની ઠેસ લાગી નીહી જા.”

12 ઈસુની તેલા જવાબ દીદા, “પવિત્ર સાસતરમા ઈસા પન લીખેલ આહા કા તુ પ્રભુ તુને દેવની ખાતરી નોકો કરસીલ.”

13 જદવ સૈતાન અખે પરકારની પરીક્ષા લી લીના તાહા થોડાક સમય સાટી ઈસુલા સોડીની નીંગી ગે.


ગાલીલમા સેવા
( માથ. 4:12-17 ; માર્ક 1:14 , 15 )

14 માગુન ઈસુ પવિત્ર આત્માની શક્તિકન ભરપુર હુયના, તાહા તો ગાલીલ વિસ્તારમા આના. અન તેને કામની ચર્ચા ઈકુનલે તીકુનલે અખે વિસ્તાર સાહમા ફયલી ગય.

15 તો તઠલે યહૂદીસે પ્રાર્થના ઘરમા જાયી ન દેવને રાજની બેસ ગોઠના પરચાર કરત રહના, અન અખા તેલા વાન હતાત.


નાસરેથમા ઈસુના નકાર
( માથ. 13:53-58 ; માર્ક 6:1-6 )

16 તો તેના ગાવ નાસરેથ ગાવમા આના, જઠ તેલા પાળી પોસી ન મોઠા કરેલ હતા, અન પદરની રીત પરમાને ઈસવુના દિસ તો પ્રાર્થના ઘરમા જાયીની પવિત્ર સાસતર માસુન વાંચુલા સાટી ઊબા ઉઠના.

17 તેલા દેવ કડુન સીકવનાર યશાયાના ચોપડા દીદા, અન તો ચોપડાલા ઉગડી ન તી જાગા કાહાડના જઠ લીખેલ હતા.

18 “પ્રભુના આત્મા માવર આહા, યે સાટી કા ગરીબ સાહલા બેસ ગોઠ આયકવુલા સાટી માના અભિષેક કરાહા. અન કયદી સાહલા સોડવુલા સાટી, આંદળા સાહલા દેખતા કરુલા સાટી, દાબાયજેલ સાહલા ઉચલુલા સાટી,

19 અન પ્રભુને કૃપાને વરીસના પરચાર કરુલા સાટી તેની માલા દવાડાહા.”

20 તાહા તેની ચોપડા બંદ કરીની સેવકને હાતમા દી દીના, અન બીસી ગે, અન પ્રાર્થના ઘરમા અખે લોકાસી નદર તેવર હતી.

21 તાહા તો તેહાલા સાંગુલા લાગના, “યી જી પવિત્ર સાસતરમા લીખેલ આહા તી આજ જ તુમને સમુર પુરા હુયનાહા.”

22 અન અખા તેને બારામા સાક્ષી દેવલા લાગનાત, અન જી કૃપાની ગોઠ તેને ટોંડ માસુન નીંગ હતી તી આયકી ન તેહાલા નવાય લાગની, અન સાંગુલા લાગનાત, “કાય યો ત યૂસફના પોસા નીહી આહા કા?”

23 તાહા ઈસુની ટોળાલા સાંગા, “તુમી માને સાટી યી સાંગનુક નકી જ સાંગસે કા, ‘ઓ વૈદ, તુ પુડ પદરલા બેસ કર!’ જી કાહી આમી આયકાહા તી જી તુ કફરનાહુમ સાહારમા કરનાહાસ તી અઠ પદરને સાહારમા કરી દાખવ.”

24 અન તેની સાંગા, “મા તુમાલા ખરા જ સાંગાહા, કોની પન દેવ કડુન સીકવનારલા પદરને ગાવમા માન નીહી મીળ.

25 માના આયકા, યી ખરા આહા કા એલિયા દેવ કડુન બોલનારને સમયમા જદવ સાડે તીન વરીસ આકાશ બંદ રહના અન પાની નીહી વરસના, હોડે સુદી કા અખે ઈસરાયેલ દેશમા મોઠા દુકાળ પડનેલ, તાહા ઈસરાયેલ દેશમા ખુબ વિધવા હતેત.

26 પન દેવ કડુન બોલનાર એલિયાલા ઈસરાયેલને કને પન રાંડકે પાસી નીહી દવાડેલ હતા, પન ફક્ત સિદોન સાહારને સારફતને વિસ્તારમા એક બિન યહૂદી વિધવા પાસી દવાડેલ.

27 અન એલિશા દેવ કડુન સીકવનારને સમયમા ઈસરાયેલ દેશમા પકા કોડી હતાત, પન સિરિયા દેશમા રહનાર બિન યહૂદી નામાન કોડી સીવાય કોનાલા પન બેસ નીહી કરેલ.”

28 યી ગોઠી આયકી પ્રાર્થના ઘરમા જે હતાત તે અખે સાહલા તેવર પકી રગ ભરાયની.

29 અન તે ઉઠી ન તેલા ગાવને બાહેર લી ગેત. અન જે ડોંગરવર તેના સાહાર વસેલ હતા તેને સેંડીવર વરહુન તેલા બુટે ધકાલી દીની મારી ટાકુલા સાટી લી જાવલા લાગનાત.

30 પન ઈસુ તેહને મદીહુન નીંગી ન ચાલેજ કરના.


વેટ ભૂત લાગેલ માનુસલા બેસ કરા
( માર્ક 1:21-28 )

31 માગુન તો ગાલીલ વિસ્તારને કફરનાહુમ સાહારમા ગે, અન ઈસવુના દિસી લોકા સાહલા સીકસન દે હતા.

32 તેના સીકસન આયકીની લોકા સાહલા પકી નવાય લાગની. કાહાકા જેલા અધિકાર આહા તેને જીસા તેની સીકસન દીદા.

33 તે સમયલા તે પ્રાર્થના ઘરમા ભૂત લાગેલ માનુસ હતા.

34 તેની આરડીની સાંગા કા, “ઓ, ઈસુ નાઝારી તુ આમાલા કાહા દુઃખ દેહેસ, માના અન તુના કાય આહા? કાય તુ આમના નાશ કરુલા આનાહાસ? તુ કોન આહાસ, તી માલા માહીત આહા, પવિત્ર દેવના પોસા આહાસ.”

35 ઈસુની ભૂતલા બીહવાડીની સાંગા, “ઉગા જ રહ, અન તેને માસુન નીંગી ધાવ.” અન ભૂત માનુસલા લોકસે મદી પાડી ટાકીની તેલા કાહી નુકશાન નીહી કરના, અન મોઠલેન આરડીની તેને માસુન નીંગી ગે.

36 યી હેરીની અખા સાહલા નવાય લાગની, અન તેહી મજાર જ એક દુસરેલા સોદુલા લાગનાત કા, “યી કીસાક વચન આહા? યો સતા અન સામર્થ્ય હારી ભૂતા સાહલા પન આજ્ઞા કરહ અન તે પન તેને માસુન નીંગી જાતાહા.”

37 તાહા ઈસુની જી કાહી કરેલ તી ગોઠ ચારી ચંબુત અન અખે જાગ ચર્ચા હુયુલા લાગની.


સિમોનની સાસુસલા બેસ કરા
( માથ. 8:14-17 ; માર્ક 1:29-34 )

38 તો પ્રાર્થના ઘર માસુન સિમોનને ઘર ગે અન સિમોનની સાસુસ જરીજ હતી, અન તેહી તીલા બેસ કરુલા તેલા વિનંતી કરી.

39 તેની તીને આગડ યીની જરાલા ધમકાવા અન જરા ઉતરી ગે અન તી લેગજ ઉઠી ન તેહની સેવા ચાકરી કરુલા લાગની.

40 યેળ પડની તાહા જેહને જેહને ઘર વાયલે વાયલે રોગના દુખે હતાત તેહાલા ઈસુ પાસી લી આનાત, અન તેની એક એકવર હાત ઠેવીની તેહાલા બેસ કરના.

41 ભૂતા આરડીની સાંગત, “તુ દેવના પોસા આહાસ,” ભૂતા ખુબ જના માસુન નીંગી ગેત પન તો તેહાલા બીહવાડી ન નીહી બોલુ દે હતા, કાહાકા તેહાલા માહીત હતા કા, યો ખ્રિસ્ત આહા.


ગાલીલમા પરચાર
( માર્ક 1:35-39 )

42 જદવ દિસ નીંગના તાહા ઈસુ નીંગીની સુની જાગાવર ગે, અન ખુબ લોકાસી ભીડ તેલા ગવસત તેને પાસી આની, અન આમા પાસુન નોકો જાસ ઈસા કરી થાંબવુલા લાગનાત.

43 પન ઈસુની તેહાલા સાંગા, “માલા દુસરે સાહારા સાહમા પન દેવને રાજની બેસ ગોઠ સાંગુલા જરુરી આહા, કાહાકા મા તે સાટી જ આનાહાવ.”

44 અન ઈસુ ગાલીલ વિસ્તારમા પકા જાગ હીંડી ન, યહૂદિયા વિસ્તારસે પ્રાર્થના ઘરમા જાયી ન પરચાર કર હતા.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies