लूका 21 - ડાંગી નવા કરારગરીબ વિધવાના ખરા દાન ( માર્ક 12:41-44 ) 1 માગુન ઈસુની નાંદેલ સાહલા દાન પેટીમા ટાકતા હેરા. 2 અન તેની એક ગરીબ રાંડકીબાઈલા પન તેમા દોન તાંબાના સીકા ટાકતા હેરના. 3 તદવ ઈસુની સાંગા, “મા તુમાલા ખરા જ સાંગાહા કા, યે ગરીબ રાંડકીબાઈની અખેસે કરતા વદારે ટાકાહા. 4 કાહાકા યે અખેસી ત તેહને પદર પદરને પકા ધન માસુન થોડાક ટાકાહા, પન યે રાંડકીબાઈની અખા પયસા ટાકી દીદાત જી જગુલા સાટી તીલા જરુરી હતા.” દુનેને સેલા સમયની નિશાની ( માથ. 24:1-14 ; માર્ક 13:1-13 ) 5 જદવ કોડાક લોકા મંદિરને બારામા ગોઠી કર હતાત, કા યી કીસાક ચાંગલા અન ભેટમા દીયેલ વસ્તુકન બનવેલ આહા, ત તેની સાંગા. 6 તે દિસ યેતીલ જેમા યી અખા તુમી હેરતાહાસ, યે માસુન પાડી ટાકાયજ નીહી ઈસા એકપન દગડવર દુસરા દગડ રહનાર નીહી. 7 તેહી તેલા સોદા, “ઓ ગુરુજી, યી અખા કદવક હુયીલ? અન યે ગોઠી જદવ પુરે હુયતીલ, ત તે સમયમા તેની નિશાની કાય આહા?” 8 તેની સાંગા, “સાવધાન રહા, કા કોની ભુલવી નીહી દે., ખુબ જના માને નાવકન યીની સાંગતીલ, કા મા તોજ આહાવ, અન યી કા સમય આગડ યી પુરનાહા, તુમી તેહને માગ નોકો જાસે. 9 જદવ તુમી લડાય અન બળવાની ચર્ચા આયકસેલ, ત ઘાબરસે નોકો, કાહાકા યી પુડ હુયુલા જરુરી આહા, પન તે સમયમા લેગજ દુનેના અંત નીહી યેનાર.” 10 તાહા તેની તેહાલા સાંગા, “એક જાતિના લોકા બિન યહૂદીને લોકાસે ઈરુદ હુયી જાતીલ, અન એક રાજના લોકા દુસરે રાજને લોકાસે ઈરુદ લડાય કરતીલ. 11 જેવ તેવ ધરતીકંપ હુયતીલ અન દુકાળ પડતીલ, મરકી અન આકાશમા ભયંકર ઘટના અન નિશાની હુયતીલ. 12 પન યે અખે ગોઠીસે પુડ તે માને નાવને લીદે તુમાલા ધરતીલ, સતાવની કરતીલ, પ્રાર્થના ઘરમા સોપી દેતીલ, કચેરીમા લી જાતીલ, ઝેલમા ટાકતીલ, સતાવાળા સાહપાસી અન રાજ્યપાલને પુડ લી જાતીલ. 13 પન યો તુમને સાટી સાક્ષી દેવના સમય હુયીલ. 14 તે સાટી પદર પદરને મનમા નકી કરી રાખા કા પુડ પાસુન તેહાલા જવાબ દેવલા સાટીની ચિંતા નોકો કરા. 15 કાહાકા મા તુમાલા ઈસા શબદ અન અકલ દીન કા, તુમના અખા ઈરુદવાળા તુમને હારી વિવાદ, કા તુમને પુડ હુયી સકનાર નીહી. 16 અન તુમના આયીસ-બાહાસ અન ભાવુસ, કુટુંબ અન દોસતાર બી તુમાલા ધરી દેતીલ. હોડે સુદી કા તુમને માસુન કોડેક સાહલા ત મારી ટાકવતીલ. 17 અન માને નાવને લીદે અખા લોકા તુમના ઈરુદ કરતીલ. 18 પન તુમને ડોકીના એક કેશ બી વાંકા નીહી હુયનાર. 19 તુમને જીવનમા ધીર રાખસેલ ત તુમાના જીવ બચીલ. યરુસાલેમના નાશ ( માથ. 24:15-21 ; માર્ક 13:14-19 ) 20 જદવ યરુસાલેમ સાહારલા સિપાયને ટુકડીકન ઘેરાયજેલ હેરસાલ, ત જાની લીજાસ કા તેના અંત આગડ યી ગેહે. 21 માગુન યહૂદિયા વિસ્તારના લોકા સાહલા ડોંગરા સવ બચુલા સાટી પોળુલા પડીલ, અન જો યરુસાલેમ સાહારને મદી હવા ત તેની બાહેર નીંગી જાવલા પડ, અન જે ખેતમા હવાત તેહી સાહારમા નીહી જાવલા પડ. 22 કાહાકા શિક્ષા હુયુના દિસ ઈસા હુયીલ, જીસા પવિત્ર સાસતરમા લીખેલ આહા તે અખે ગોઠી પુરે હુયી જાતીલ. 23 યી તે બાયકાસે સાટી એક ખુબ દુઃખવાળા સમય હુયીલ જી મીહનાવાળી અન દુદ પેવાડ હવી! કાહાકા તેહાલા પોળુલા ભારી પડીલ. કાહાકા દેશમા મોઠા દુઃખ અન તી યે લોકા સાહવર યી પડીલ. 24 તેહાલા તલવારકન મારી ટાકતીલ, અન તેહાલા ગુલામ બનવીની અખે દેશસાહમા લી જાતીલ, અન જાવ પાવત બિન યહૂદી જાતિના સમય પુરા નીહી હુય, તાવ પાવત યરુસાલેમ સાહાર બિન યહૂદી જાતિના લોકાકન તેલા રવંદી ટાકતીલ. ઈસુ પરત યેવલા તેની નિશાની ( માથ. 24:29-31 ; માર્ક 13:24-27 ) 25 સુર્યા, ચાંદ અન ચાંદને સાહમા નિશાની દેખાયજીલ, અન ધરતીવર, બિન યહૂદી જાતિના લોકા સાહવર સંકટ યીલ. કાહાકા તે દરેના ગર્જના અન લબકનના કકાસકન ઘાબરી જાતીલ. 26 અન ભેવને કારને અન લોકા સાહવર જી ચમત્કાર હુયુલા આહા, તેલા હેરી લોકા ખુબ બીહી જાતી કાહાકા આકાશના સામર્થ્ય હીલવી ટાકતીલ. 27 તાહા લોકા મા, માનુસને પોસાલા સામર્થ્ય અન મોઠા મહિમામા આબુટવર યેતા હેરતીલ. 28 જાહા યી ગોઠ હુયીલ, તાહા નીટ હુયીની ડોકીવર કરજાસ, કાહાકા તુમના સુટકારા આગડ રહીલ.” દેવના રાજ્ય આગડ આહા ( માથ. 24:32-35 ; માર્ક 13:28-31 ) 29 ઈસુની તેહાલા એક દાખલા દીની સાંગના, “અંજીરના ઝાડલા અન અખે ઝાડ સાહલા હેરા. 30 જાહા તે ફુટુલા લાગતાહા, તાહા તી હેરી ન તુમી જાની લેતાહાસ કા ઉનાળાના દિસ આગડ આનાહાત. 31 યે રીતે જદવ તુમી યી ગોઠ હુયતા હેરસેલ, તાહા તુમાલા માહીત રહુલા પડ કા દેવના રાજ્ય આગડ જ આહા. 32 મા તુમાલા ખરા જ સાંગાહા, કા યે પીડીના થોડાક લોકા જીતા જ રહતીલ યે અખે ગોઠે હુયતીલ તાવ પાવત યે પીડીના અંત નીહી હુયનાર. 33 આકાશ અન ધરતી ટળી જાતીલ, પન માની ગોઠ નીહી જાનાર. કાયીમ તયાર રહા 34 તે સાટી પદરને બારામા સાવધાન રહા, ઈસા નીહી હુય કા તુમના મન વદારે ખાવલા-પેવલા, દારુબાજી અન યે જીવનની ચિંતાકન તુમના મન કઠીન હુયી જા, અન તો દિસ તુમનેવર ફાસીને ગત એકાએક યી પડ. 35 કાહાકા તો દિસ ધરતીને સારે રહનાર સાહવર યે રીતે યી પડીલ. 36 તે સાટી જાગતા રહા અન કાયીમ પ્રાર્થના કરતા રહા કા તુમી યે અખે યેનાર ઘટના પાસુન બચી રહા, અન માનુસને પોસાને પુડ ઊબા રહુલા યોગ્ય બના.” 37 અન ઈસુ દિસના મંદિરમા પરચાર કર હતા, અન રાતના બાહેર જાયીની જયતુન ડોંગરવર રહ હતા. 38 અન સકાળીસના પાહાટના જ અખા લોકા તેના આયકુલા મંદિરમા તે પાસી યે હતાત. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation