Aanlyn Bybel

- Advertensies -

2 તિમોથી 4 - ડાંગી નવા કરાર


વચનના પરચાર કર

1 જદવ ઈસુ ખ્રિસ્ત રાજાને જીસા રાજ કરુલા સાટી યીલ તાહા તો જીતા અન મરેલ લોકાસા નેય કરીલ. તે સાટી દેવ અન ખ્રિસ્ત ઈસુલા સાક્ષી જાની ન મા તુલા હુકુમ દેહે.

2 કા તુ દેવના વચન પરચાર કરુલા સાટી કાયીમ તયાર રહય, લોકા આયકત કા નીહી આયકત. તુ લોકા સાહલા દાખવ કા તેહી વેટ કરેલ આહા અન તેહને પાપસે સાટી તેહાલા ઝગડ, પન જદવ તુ તેહાલા પુરી સહનશીલતા હારી સીકવસીલ ત લોકા સાહલા ઉતેજન બી દે.

3 મા યી યે સાટી સાંગાહા કા એક સમય ઈસા યીલ, લોકા ખરા સીકસનલા આયકુલા બી નીહી માગનાર. પન તે પદરની ઈચ્છાલા પુરી કરુલા સાટી, તે પદરને સાટી પકા સીકવનાર ગવસતીલ, તે તેજ ગોઠના પરચાર કરતીલ જી તે આયકુલા માગતાહા.

4 તે ખરે ગોઠી સાહલા આયકુલા સોડીની બનાવટી ગોઠી સાહલા આયકુલા સાટી મન લાવતીલ.

5 પન તુ અખે પરિસ્થિતિમા સાવધાન રહજોસ, દુઃખ ભોગ, પકી મેહનત કરીની બેસ ગોઠના પરચારના કામ કર. અન જી દેવની તુલા સેવાના કામ સોપાહા તેલા પુરા કર.

6 માના અરપન અન દેવને સાટી માના કામ પુરા હુયુલા આહા, અન માના યે જીવન પાસુન વિદાય લેવના સમય બી યી ગેહે.

7 મા ઈસુ ખ્રિસ્તની સેવા કરુલા પકી મેહનત કરીહી, મા તેની સોપેલ સેવાલા પુરી કરીહી, અન મા સેલે પાવત વીસવાસયોગે રહનાહાવ.

8 આતા, પ્રભુની માને સાટી સરગમા એક નેયીપનાના મુંગુટ રાખેલ આહા, કાહાકા મા એક ઈસા જીવન જગનાહાવ જી પ્રભુલા પસંદ આહા. પ્રભુ જો ખરા નેયધીસ આહા, તો મુંગુટ તે દિસ દીલ, જદવ તો નેય કરુલા પરત યીલ, પન યી ફક્ત માને સાટી જ નીહી આહા, પન તે અખેસે સાટી બી આહા, જો માયાકન તેના પરત યેવલા વાટ હેરી રહનાહાત.


વ્યક્તિગત સંદેશ

9 હે તિમોથી, માનેપાસી જોડાક લેગ યેવાયજીલ તોડાક લેગ યેવલા કોસીસ કર.

10 કાહાકા યે દુનેને માયામા પડીની દેમાસની માલા સોડી દીદાહા, અન તો થેસાલોનિકી સાહારમા નીંગી ગેહે. ભાવુસ ક્રેસક્રેંસ ગલાતિયા વિસ્તારલા અન તિતસ દલમાતિયા વિસ્તારલા નીંગી ગેહેત.

11 ફક્ત લુક માને હારી આહા, ત માર્કલા તુને હારી લી યીજોસ, કાહાકા સેવાને સાટી તો માને પકા કામના આહા.

12 તુખિકસલા મા એફેસસ સાહારલા દાવાડનાહાવ.

13 જદવ તુ યેસીલ ત માના ઝબા જો મા કારપસને તઠ ત્રોઆસ સાહારના વિસ્તારમા ઠેવી આનાહાવ, તી હારી લી યીજોસ. અન ચોપડા બી, ખાસ કરીની જી કાતડામા લીખેલ આહા તી બી હારી લી યીજોસ.

14 એલેકઝાંડર કંસારાની માને હારી ખોટે રીતે પકા હયરેન કરનાહા, પ્રભુ તેલા તેને વેટ કામાસે પરમાને તેલા બદલા દીલ.

15 તુ બી તેનેથી સાવધાન રહય, કાહાકા તેની આપલી ખ્રિસ્તી સીકસનના ખુબ ઈરુદ કરનાહા.

16 જદવ મા પુડલે વખત કોરોટમા માના બચાવ કરનાવ, ત કોની માના સાથ નીહી દીલ. તેહી માલા એખલા જ સોડી દીયેલ હતા. પન મા પ્રાર્થના કરાહા કા તે સાટી દેવ તેહાલા દોસી નોકો ઠરવસ.

17 પન દેવની માલા સહાય કરી અન માલા સામર્થ્ય દીદા; જેથી મા ખ્રિસ્ત ઈસુની બેસ ગોઠ બિન યહૂદીને પુડ સાંગી સકુ. અન તેની માલા ભૂકા ખડેને ટોંડ પાસુન બચુને ગત મરન માસુન બચવના.

18 પ્રભુ માલા દરેક કાવતરા પાસુન સોડવીલ, અન તેને સરગને રાજમા લી જાયીલ તાવ પાવત બચવીલ. તેની મહિમા કાયીમ જ હુય. આમેન.


સેલી સલામ

19 પ્રિસ્કીલા અન આકુલાલા અન ઓનેસિફરસના કુટુંબને સાહલા માની સલામ સાંગજો.

20 એરાસ્તસ કોરિંથ સાહારમા રહી ગે, અન ત્રોફિમસલા તેને અજેરીને કારને મા મિલેતસ સાહારમા રાખાહા.

21 સેળાના સમય પુડ યેવલા કોસીસ કર. યુબૂલસ, પુદેન્સ, લિનસ, કલોદિયા અન અખા વીસવાસી ભાવુસીસ તુલા સલામ સાંગીહી.

22 મા પ્રાર્થના કરાહા, કા પ્રભુ તુને આત્માને હારી રહ, અન દેવની કૃપા તુમને અખે સાહવર રહ.

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies