2 યોહાન 1 - ડાંગી નવા કરારવડીલ સહુન પસંદ કરેલ સાહલા સલામ. 1 મા મંડળીના વડીલ યી કાગદ તે બાયીલા અન તેહને પોસા સાહલા લીખાહા જેહાલા મા ખરી માયા કરાહા. અન ફક્ત મા જ નીહી, પન તે અખા બી માયા રાખતાહા, જેહાલા ખરી ગોઠ માહીત આહા. 2 આમી તુમાલા તે ખરી ગોઠને કારને માયા કરજહન જી આપલે મદી રહહ અન કાયીમ આપલે હારી રહીલ. 3 દેવ બાહાસ, અન તેના પોસા ઈસુ ખ્રિસ્ત સહુન કૃપા, દયા અન શાંતિ આપલે હારી સત્ય અન માયામા બની રહીલ. ખ્રિસ્તની આજ્ઞા પરમાને ચાલુલા 4 માલા પકા આનંદ હુયના, જદવ મા તુને થોડેક પોસાસે બારામા આયકનાવ, કા તે દેવને ખરે મારોગમા જગતાહા. જીસા આપલે દેવ બાહાસની આપાલા કરુલા આજ્ઞા દીયેલ આહા. 5 આતા હે બાયી, મા તુલા વિનંતી કરાહા કા આમી એક દુસરેલા માયા કરુલા પડ. યી કાહી નવી આજ્ઞા મા નીહી લીખાહા પન તી યી જ આજ્ઞા આહા જી આપાલા તે સમય પાસુન માહીત આહા જદવ આપલે ખ્રિસ્તને માગ ચાલુલા સુરુવાત કરી. 6 ખરેખર માયા ત તી આહા, જદવ આપલે દેવની આજ્ઞા સાહલા પાળી ન કામ કરજહન. તે જ સમય પાસુન જદવ તુમી ખ્રિસ્તને માગ ચાલુલા સુરુવાત કરનાસ, તદવ પાસુન તુમી આયકેલ આહા કા દેવની આજ્ઞા દીયેલ આહા, કા તે પરમાને તુમી કાયીમ એક દુસરેવર માયા કરુલા પડ. ખ્રિસ્ત ઈરુદીવાળાસે ધોકા પાસુન સાવધાન 7 મા યી યે સાટી સાંગાહા કા ખુબ લોકા જે ખોટા સીકસન દીની દુસરે સાહલા દગા દેતાહા, તે દુનેમા વાયલે વાયલે જાગાવર ગેહેત. તે સાંગતાહા કા ઈસુ ખ્રિસ્ત માનુસને રુપમા બની ન નીહી આનેલ, જો કોની ઈસા સાંગહ, તો માનુસ ખ્રિસ્ત વિરુધ કરનાર આહા, જો કાયીમ લોકા સાહલા દગા દેહે. 8 યે સાટી તુમાલા ચેતી ન રહુલા પડીલ કા કદાસ યે લોકા તુમાલા દગા નીહી દેત, જેથી તુમી દેવની સેવાને સાટી તુમને મારફતે કરેલ મેહનત ઈરબીર નીહી જા, પન તુમને સેવાના પુરા ફળ તુમાલા મીળ. 9 જો કોની ખરા સીકસન માસુન ભટકી જાહા, અન ખ્રિસ્તના સીકસનને માગ નીહી ચાલ, તે દેવને હારી સંગતમા નીહી આહા. જો કોની ખ્રિસ્તની જી સીકવેલ આહા તી કાયીમ પાળહ, તો દેવ બાહાસને હારી અન તેના પોસા ઈસુ ખ્રિસ્તને હારી સંગતમા આહા. 10 જો કોની તુમા પાસી યેહે, અન યી સીકસન નીહી દે, ત તેલા ઘરમા નોકો યેવ દેસે અન તેલા સલામ સાંગીની પકા માન નોકો દે. 11 કાહાકા જો કોની ઈસે માનુસલા સલામ સાંગહ, તો માનુસ બી તેને મારફતે ખોટા કરેલ કામાસા ભાગીદાર હુયહ. સેલી સલામ 12 અન આખુ ખુબ ગોઠી આહાત જે મા તુમાલા સાંગુલા માગાહા, પન મા તેલા યે રીતે એક કાગદમા લીખુલા નીહી માંગા. પન આશા આહા કા મા તુમને પાસી યીન, અન તુમાલા ટોંડા ટોંડ ગોઠ કરીન, અન માગુન આપાલા પકા આનંદ હુયીલ. 13 અન અઠ તુને બહનીસના પોસા, જેહાલા દેવની પસંદ કરેલ આહાત, તે તુમાલા સલામ કરતાહા. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation