Aanlyn Bybel

- Advertensies -

2 કોરિંથી 6 - ડાંગી નવા કરાર


સેવાના અનુભવ

1 આમી દેવને હારી કામ કરનાર આહાવ આમી તુમાલા યી બી આગ્રહ કરજહન, કા દેવની કૃપા જી તુમાવર હુયેલ આહા તેલા ઈરબીર નોકો જાંવદેસા.

2 કાહાકા પવિત્ર સાસતરમા દેવ ઈસા સાંગહ, કા “યોગ્ય સમયવર મા તુમની પ્રાર્થના આયકનાવ, અન તારનને દિસ મા તુમની સહાય કરનાવ.” આયકા આતા જ યોગ્ય સમય આહા, આતા તારનના દિસ આહા.


પાવુલની અડચન

3 આમી દેવને હારી કામ કરનાર આહાવ તેને કારને કોનાને મારોગમા અડચન નીહી લયજન, જેકન આમને સેવાવર ડાગ નીહી લાગ.

4 પન આમી દરેક પરિસ્થિતિમા પદરલા દેવના સેવક ઈસા ગનજહન, આમી કષ્ટ, અભાવ અન સંકટલા પકા ધીર રાખીની સહન કરજહન.

5 આમાલા ચાબુકવાની ઝોડા, ઝેલમા ટાકી દીદા, આમાવર ભીડની હુમલા કરા. આમી ખુબ જ મેહનત કરનાવ, આમી રાત-રાતભર જાગનાવ અન ભુક રહનાવ.

6 આમી આમના નિર્દોષ આચરન, ગેન, સહનશીલતા, માયાળુપના, પવિત્ર આત્મા પરમાને ચાલુ મારફતે,

7 કપટ વગરની માયાકન, સત્યના પરચાર અન દેવને સામર્થ્યકન, નેયીપનાના હતેરકન આમી નીહી ફક્ત આમના બચાવ કરા, પન હુમલા બી કરા.

8 જદવ લોક આમાલા માન અન અપમાન કરતાહા, લોકા દુસરે સાહલા દાખવતાહા કા આમી વેટ કા ત બેસ લોકા આહાવ, આમાલા ભરવનાર સમજી જાતાહા, પન આમી સત્ય બોલજહન.

9 આમી અજાનસે જીસા આહાવ, તરીપન અખા લોકા આમાલા જાનતાહા. આમી મરેલ આહાવ ઈસા સમજતાહા, પન જીસા કા તુમી હેરતાહાસ આમી જીતા આહાવ. જો આમી માર ખાયજહન, પન આમી મરજન નીહી.

10 આમી દુઃખી આહાવ, તરીપન આમી દરેક સમય આનંદમા આહાવ. આમી પોતે કંગાળ દેખાયજહન, પન ખુબ સાહલા આત્મિકતામા ધનવાન બનવી દીજહન. હેરસ ત આમાપાસી કાહી નીહી આહા, તરીપન અખા જ આમના આહા.

11 હે કોરિંથના રહનારા, આમી ઉઘાટ રીતે તુમને હારી ગોઠ કરીહી, આમી તુમાલા પુરા મનકન માયા કરજહન.

12 આમની માયા તુમને સાટી કમી નીહી હુયનેલ, પન તુમની માયા આમને સાટી કમી હુયનીહી.

13 પન આમના પોસા જાનીની મા તુમાલા સાંગાહા, કા તુમી બી તેને બદલામા પુરે મનકન માયા કરા.


આપલે દેવના મંદિર આહાવ

14 અવીસવાસીસે હારી ભાગીદાર નોકો હુયા કાહાકા નેયીપનાના અન વેટ કામના મેળ નીહી હુયી સક. ઉજેડ અન આંદારાની સંગત નીહી હુયી સક.

15 ખ્રિસ્તની સૈતાન હારી મિત્રતા નીહી હુયી સક. વીસવાસીસા અવીસવાસીસે હારી કાહી નાતા નીહી હુયી સક.

16 મુરતી સાહલા દેવને મંદિરમા કાહી કામ નીહી. કાહાકા આપલે ત જીતા દેવના મંદિર આહાવ. જીસા પવિત્ર સાસતરમા સાંગેલ આહા, “મા તે લોકાસે મનમા રહીન અન તેહને હારી ચાલીન. મા તેહના દેવ હુયીન અન તે માના લોક હુયતીલ.”

17 તે સાટી પ્રભુ સાંગહ, “જે લોકા દેવના વચન પરમાને જીવન નીહી જગત તેહની જોડી નોકો ધરા, અન તેહા પાસુન વાયલા રહા, અન તુમી પદરલા બાટેલ નોકો રાખા તાહા મા તુમના સ્વીકાર કરીન.

18 અન મા તુમના બાહાસ હુયીન, અન તુમી માના પોસા અન પોસી હુયસે, યી સર્વશક્તિમાન દેવના વચન આહા.”

Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Volg ons:



Advertensies