2 કોરિંથી 10 - ડાંગી નવા કરારઆત્મિક યુધ્ધ 1 મા પાવુલ, ખ્રિસ્તની નમ્રતા અન કોમળતાને નાવવર તુમાલા યી વિનંતી કરાહા. થોડાક લોકા સાંગતાહા કા મા તુમને પુડ બીહવાવાળા આહાવ, પન તુમને પાસુન દુર રહાહા તાહા હિમંતવાળા આહાવ. 2 મા યી વિનંતી કરાહા, કા જદવ મા તુમા પાસી યીન ત માલા કડક હુયુલા નીહી પડ. કાહાકા માલા ખાતરી આહા કા મા ઈસે લોકાસે હારી કડક હુયીની જે ઈચારતાહા કા આમી દુનેને માનસાસે જીસા ચાલજહન. 3 યી ખરા આહા કા આપલે દુનેમા રહજહન, પન આપલે દુનેને માનસાસે જીસા ઝગડાયજન નીહી. 4 કાહાકા આમની લડાયના હતેર દુનેના નીહી, પન દેવને સામર્થ્યના હતેર આહાત. જેના ઉપેગ કિલા સાહલા તોડી પાડુલા સાટી કરજહન. 5 આમી દરેક વાદ-વિવાદ અન દરેક ઉંચે ગોઠ સાહલા, જી દેવને વળખને ઈરુદમા ઉઠતેહે, તેલા તોડી પાડજહન. દરેક મનને ઈચાર સાહલા કબજામા કરીની ખ્રિસ્તના આજ્ઞાકારી બનવી દીજહન. 6 અન તયાર રહા કા જદવ તુમી પુરે રીતે ખ્રિસ્તના આજ્ઞાકારી બની જા, તેને માગુન તે દરેક આજ્ઞા નીહી માનનાર સાહલા શિક્ષા કરીલ. પાવુલના અધિકાર 7 તુમી ફક્ત જી પુડ આહા, તે ગોઠી સાહલા જ હેરતાહાસ બાહેરને રુપલા જ હેરતાહાસ. જો કોનાલા તેને બારામા ભરોસા આહા, કા મા ખ્રિસ્તના આહાવ, ત તેની યી બી જાની લેવલા પડ, કા જીસા તો ખ્રિસ્તના આહા, તીસા જ આમી ખ્રિસ્તના આહાવ. 8 કાહાકા જો મા તે અધિકારને બારામા આજુ બી વાનાયજા, જી પ્રભુની તુમને વીસવાસલા નાશ કરુલા સાટી નીહી પન તુમને વીસવાસલા વદવુલા સાટી આમાલા દીયેલ આહા, ત લાજવાયનાર નીહી. 9 યી મા યે સાટી સાંગાહા, કા કાગદાસે મારફતે તુમાલા બીહવાડનાર નીહી ઠરા. 10 કાહાકા તુમને માસુન થોડાક લોકા સાંગતાહા, “તેના કાગદા ત ગંભીર અન પ્રભાવશાળી આહાત. પન જદવ તો આમને હારી રહહ, ત તો નબળા અન તેને ગોઠી દમ વગરને જાનાયતેહે.” 11 તે સાટી જો ઈસા સાંગહ, તેની યી સમજુલા પડ, કા જીસા પાઠીમાગ કાગદા સાહમા આમના વચન આહા. તીસા જ તુમને પુડ આમના કામ બી હુયતીલ. પાવુલને અધિકારની સીમા 12 કાહાકા જે લોકા પદરલા જ વાનતાહા, આમી તેહને બરાબર હુયુલા કા ત તેહને જીસા પદરલા ગનુલા સાહસ નીહી કરજન. તે તેહને જ માપકન તેહના પરીક્ષન કરતાહા અન પદરલા પદરકન જ માપતાહા. યે પરકારે તે પદરની મુરખતાના પરિચય દેતાહા. 13 આમી આમને હદના ભંગ કરીની વાનજન નીહી. દેવની આમને સાટી કામની હદ નકી કરી દીદીહી અન જેમા તુમી બી સમાયજેલ આહાસ, અન તેજ પરમાને વાનુ. 14 કાહાકા આમી આમને કામને જાગાને હદના ભંગ નીહી કરજન, જો કે આમી તુમને અઠ જરુર આનલા, તુમી આમને કામને જાગાને મદી આહાસ, કાહાકા આમી પુડમા પુડ તુમને અઠ ખ્રિસ્તની બેસ ગોઠના પરચાર કરેલ હતા. 15 આમી આમને હદના ભંગ કરત દુસરેને કામલા નીહી વાનજન. પન આશા કરજહન કા જીસા જીસા તુમના વીસવાસ વદત જાયીલ, તીસા તીસા તુમને મારફતે આમી આજુ વદારે લોકા પાવત જાયી પુરુ. 16 અન આમી દુસરે દુર-દુરને જાગામા બેસ ગોઠના પરચાર કરુ. યે રીતે દુસરેસે કામને જાગામા જી કામ હુયી ગેહે, આમાલા તેનેવર અભિમાન કરુની જરુર નીહી હુયનાર. 17 પન જીસા પવિત્ર સાસતર સાંગહ, “જો કોની અભિમાન કર, ત તેની દેવમા અભિમાન કરુલા પડ.” 18 કાહાકા જો કોની પદરલા જ વાનહ તી નીહી, પન દેવ જેલા વાનહ તી ખરા આહા. |
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation