યર્મિયા 3:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 વળી યહોવાહ કહે છે કે, ત્યારે દેશમાં તમારી સંખ્યા વધશે અને તમે આબાદ થશો. ત્યારે તે સમયે ‘યહોવાહના કરારકોશ’ વિષે તેઓ ફરી બોલશે નહિ. અને તે તેઓના મનમાં આવશે નહિ, તેનું સ્મરણ તેઓ કરશે નહિ, તથા તે જોવા જશે નહિ. અને ફરી એવું કંઈ કરશે નહિ.’” Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 વળી યહોવા કહે છે કે, જ્યારે દેશમાં તમારી સંખ્યા વધશે ને તમે આબાદ થશો, ત્યારે તે સમયે યહોવાના કરારકોશ વિષે તેઓ ફરી બોલશે નહો; અને તે મનમાં આવશે નહિ; અને તેનું સ્મરણ તેઓ કરશે નહિ; અને તે જોવા જશે નહિ; અને [ફરી એવું કંઈ] કરશે નહિ. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.16 પછી દેશમાં તમે સંખ્યામાં વૃદ્ધિ પામશો અને આબાદ થશો ત્યારે લોકો પ્રભુની કરારપેટી વિષે વાત કરશે નહિ. તેઓ તે વિષે વિચારશે નહિ કે તેને યાદ પણ કરશે નહિ; તેમને તેની ખોટ સાલશે નહિ કે નવી બનાવશે પણ નહિ. Sien die hoofstukપવિત્ર બાઈબલ16 જો તમારો દેશ ફરી એક વખત લોકોથી ભરપૂર થશે. “તો ભૂતકાળમાં યહોવાનો કરારકોશ તમારી પાસે હતો તે સમયના ‘સારા દિવસોની’ તમે ઇચ્છા નહિ કરો. તમે કયારેય એવું નહિં વિચારો કે આ દિવસો ભૂતકાળના દિવસો જેટલા સારાં નથી. કરારકોશ ફરીથી બનાવાશે નહિ; Sien die hoofstuk |