લેવીય 27:16 - પવિત્ર બાઈબલ16 “જો કોઈ વ્યક્તિ પોતાની માંલિકીની જમીનનો અમુક ભાગ યહોવાને સમર્પણ કરી દે તો તમાંરે તેની કિંમત એમાં જેટલું બિયારણ વાવી શકાતું હોય તેને આધારે નક્કી કરવી, જેમ કે 20 મણ જવની (1 હોમર) જરૂર પડે તો તેનું મૂલ્ય પચાસ શેકેલ થાય. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને જો કોઈ માણસ પોતાના વતનના ખેતરનો ભાગ યહોવાને અર્પણ કરે, તો તેની વાવણી પ્રમાણે તેનું મૂલ્ય તારે ઠરાવવું; એટલે જેટલામાં એક હોમર જવ વવાય તેટલાંનું મૂલ્ય પચાસ શેકેલ રૂપું ગણાય. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.16 “જો કોઈ પોતાની જમીનનો અમુક ભાગ પ્રભુને સમર્પિત કરે તો વીસ કિલો જવ દીઠ ચાંદીના દસ શેકેલ લેખે, તે જમીનમાં જેટલું બિયારણ વાવી શકાય તેને આધારે તે જમીનની કિંમત નક્કી થાય. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જો કોઈ વ્યક્તિ પોતાની માલિકીની જમીનનો અમુક ભાગ યહોવાહને અર્પણ કરે તો તેની કિંમત તેને રોપવા માટે જરૂરી બીજની રકમ સાથે રાખવામાં આવશે, જેમ કે વીસ મણ જવની જરૂર પડે તો તેનું મૂલ્ય પચાસ શેકેલ ચાંદી થાય. Sien die hoofstuk |