લેવીય 1:13 - પવિત્ર બાઈબલ13 પછી યાજક ઢોરના આંતરડાં અને પગ પાણીમાં ધોઈ નાખે તેણે ઢોરના બધા અંગોને વેદી પર હોમીને યહોવાને અર્પણ કરવા. કેમકે આ દહનાર્પણ છે અને એ દહનાર્પણની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ આંતરડાં તથા પગને તે પાણીથી ધોઈ નાખે, અને યાજક તે બધું અર્પીને વેદી પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.13 પછી તે માણસે બલિનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે એ બધાંનું વેદી ઉપર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્ન કરે છે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પણ આંતરિક ભાગો તથા પગને તે પાણીથી ધોઈ નાખે. પછી યાજક તે બધું અર્પીને વેદી પર તેનું અર્પણ કરે. તે યહોવાહને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે. Sien die hoofstuk |