યર્મિયા 3:22 - પવિત્ર બાઈબલ22 યહોવા કહે છે, “પાછાં આવો, હે બેવફા બાળકો! હું તમારી બેવફાઇ દૂર કરીશ.” અને લોકો જવાબ આપે છે, “હે યહોવા, આ રહ્યા અમે, તમારી પાસે અમે આવીએ છીએ, કારણ, તમે જ અમારા યહોવા દેવ છો. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 હે મારો ત્યાગ કરનાર પુત્રો, તમે ફરો, તમારું પાછું હઠવું હું સુધારીશ.” [તું કહે છે,] “જો અમે તારી તરફ આવ્યા છીએ; કેમ કે તમે યહોવા અમારા ઈશ્વર છો. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.22 હે મારો ત્યાગ કરનારા વંશજો, પાછા ફરો, અને હું તમારી બેવફાઈમાંથી તમને સુધારીશ.” લોકોએ જવાબ આપ્યો, “તમે અમારા ઈશ્વર યાહવે છો અને અમે તમારી તરફ પાછા ફરીએ છીએ. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 હે મારો ત્યાગ કરનાર લોકો, તમે પાછા આવો હું તમારું દુષ્કર્મો દૂર કરીશ. જુઓ! અમે તમારી પાસે આવીશું, કેમ કે તમે ઈશ્વર અમારા યહોવાહ છો! Sien die hoofstuk |