સભાશિક્ષક 6:2 - પવિત્ર બાઈબલ2 દેવે કેટલાંક મનુષ્યોને ધન-સંપત્તિ અને સન્માન પુષ્કળ પ્રમાણમાં આપ્યા છે પરંતુ તેઓને તે સર્વનો ઉપભોગ કરવાં તંદુરસ્તી આપી નથી. તેઓના મૃત્યુ પછી બીજાઓ તે બધું ભોગવે છે! આ પણ વ્યર્થતા છે, ભારે દુ:ખ છે! Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 એટલે જેને પરમેશ્વર એટલું બધું દ્રવ્ય, સંપત્તિ તથા માન આપે છે કે તે જે કંઈ ઇચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ રહે નહિ, તોપણ તેનો ઉપભોગ કરવાની શક્તિ પરમેશ્વર તેને આપતા નથી, પણ કોઈ પારકો માણસ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભૂંડો રોગ છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.2 ઈશ્વર કોઈને ધન, સંપત્તિ તથા સન્માન આપે છે. તે જે કંઈ ઇચ્છે છે તે તેને પ્રાપ્ત થાય છે. પણ ઈશ્વર તેને પોતાની ધનસંપત્તિનો ઉપભોગ કરવાની શક્તિ આપતા નથી, પણ કોઈ અજાણ્યો જ તેમનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા અને ભારે દુ:ખની વાત છે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 એટલે જેને ઈશ્વરે ધન-સંપત્તિ અને સન્માન આપ્યા છે કે જે કંઈ તે ઇચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ પડશે નહિ. પરંતુ તેનો ઉપભોગ કરવાની શક્તિ તેને આપતા નથી. પણ બીજો કોઈ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભારે દુ:ખ છે. Sien die hoofstuk |